મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં
SHARE
મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં
મોરબી નજીકના ભડીયાદ ગામે જાહેરમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં સામ સામે મારામારી કરવામાં આવેલ હોય બંને પક્ષેથી કુલ પાંચ વ્યક્તિઓને ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી નજીકના ભડીયાદ ગામે ઢોરો વિસ્તારમાં જાહેરમાં મારામારી કરતા હોય તે પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી મળતી વિગત પ્રમાણે ભડીયાદ ગામે જાહેરમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં પ્રકાશ કેસુભાઈ ઝીંઝવાડીયા (23), મહેશ કેશુભાઈ ઝીંઝવાડીયા (32), અરવિંદ અજજુભાઈ સોમાણી (34), મયુર ચતુરભાઈ સોમાણી (29) અને પ્રવીણ ભુપતભાઈ મહાલીયા (27) નામના પાંચ યુવાનોને ઇજાઓ ફથઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં સ્થળ ઉપર હાજર રહેલા લોકો પાસેથી મળતી વિગત પ્રમાણે જાહેરમાં ભડીયાદ ગામે પત્તા રમી રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યાર બાદ સામસામે મારા મારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં પાંચ યુવાનોને ઈજા થયેલ છે.