ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ મોરબીમાંથી એસઓજી ટીમે ચોરાઉ બાઇક સાથે એક શખ્સને પકડ્યો શિક્ષકો ધારે તો વડાપ્રધાનના વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરી શકે છે” : મંત્રી કાંતિભાઈ અમૃતિયા મોરબી જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણીમાં શ્રેષ્ઠ શિક્ષકો, ધોરણ ૧૦ અને ૧૨ માં જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ તથા ૧૦૦ ટકા પરિણામ મેળવનારી શાળાનું લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા પાડા પુલ પરની 100 જેટલી બેન્ચનું રંગરોગાન કરી નવીનીકરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત


SHARE





મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત

મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે બે મકાનમાં એલસીબીની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી નકલી વિદેશી દારૂની મિનિ ફેક્ટરી પકડાઈ હતી જેથી નકલી વિદેશીઓ દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતું કુલ 600 લિટર જેટલું કેમિકલ તથા કલર, એસેન્સ અને પ્રીઝરવેટીવ, 6.50 લાખ રૂપિયા રોકડા અને એક કાર આમ કુલ મળીને 20.75 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને હાલમાં 5 આરોપીને પકડવામાં આવ્યા છે અને આરોપીઓ દ્વારા ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને નકલી વિદેશી દારૂ બનાવતા હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે ગુનો નોંધીને મુખ્ય સુત્રાધાર સહિત આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

ભાવનગરના તાજેતરમાં નકલી વિદેશી દારૂના લીધે લઠ્ઠાકાંડ થયો હતો જેમાં 13 લોકોએ તેના જીવ ગુમાવ્યા હતા તેની સહી હજુ તો સુકાઈ નથી ત્યાં મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે મહેશ ઉર્ફે મુન્નાભાઈ કાંજિયા અને અજયસિંહ જાડેજાસાથે મળીને પોતાના કબજા ભોગવટા વાળા મકાનમાં કેમિકલમાંથી નકલી વિદેશી દારૂ બનાવે છે અને તેનું કાચની બોટલમાં પેકેજીંગ કરીને તેને વેચાણ કરવાની તૈયારી છે. તેવી હક્કિત મળી હતી જેના આધારે એલસીબી પીઆઇ એસ.પી.જાડેજા અને તેમની ટીમ દ્વારા ઇન્ચાર્જ એસપી સમીર સારડા અને માળિયા પોલીસને સાથે રાખીને મહેશભાઈ કાંજીયા અને અજયસિંહ જાડેજાના કબજા ભોગવટા વાળા મકાનમાં રેડ કરવામાં આવી હતી

ત્યારે નકલી વિદેશી દારૂ બનાવીને તેને કાચની બોટલોમાં ભરવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી જેથી પોલીસે કુલ 2 ડ્રમમાંથી 400 લીટર આલ્કોહોલ જેવું કેમિકલ અને 1 ડ્રમમાંથી કેમિકલ, પાણી કલર, એસેન્સ અને પ્રીઝરવેટીવ જેવું રસાયણ વિગેરે મિશ્ર કરેલ 200 લિટર પ્રવાહી અને પ્રવાહી ખેંચવાની ઈલેકટ્રીક મોટર, પ્લાસ્ટિકની નળીઓ તથા આલ્કોહોલની ક્ષમતા માપવાનું મિટર સહીતની વસ્તુઓ કબ્જે કરી હતી અને 5 આરોપીઓ મહેશ ઉર્ફે મુન્નો ધરમશીભાઈ કાંજિયા (42) રહે. મોટા દહીસરા, કર્મરાજસિંહ મંગળસિંહ ઝાલા (26) રહે. મોટા દહીસરા. રામદેવસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (38) રહે. ષભનગર-5 મોરબી, કાનો રમેશભાઈ સિંધવ (25) રહે. સોખડા મોરબી અને વિક્રમભાઈ કેશુભાઈ ધંધુકિયા (25) રહે. મોટા દહીસરા વાળાનો સમાવેશ થાય છે અને આ ગુનામાં મુખ્ય આરોપી અજયસિંહ બાબુભાઈ જાડેજા રહે. મોટા દહીસરા તથા તપાસમાં જેના નામ ખુલે તેને પકડવા માટેની તજવીજ કરવામાં આવી છે

વધુમાં મોરબીના એસપી મુકેશ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે, હાલમાં જે નકલી વિદેશી દારૂની મિનિ ફેકટરી પકડાયેલ છે ત્યાં નકલી વિદેશી દારૂ બનાવવા માટે ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને નકલી દારૂ બનાવવામાં આવતો હતો અને તે દારૂ પહેલી જ વખત ત્યાં બનાવવામાં આવેલ હતો જો કે, બોટલીંગ અને પેકેજીંગ કરવા માટે મટિરિયલ્સ ન હોવાથી તેનું વેચાણ થયું નથી જો કે, બે દિવસ પહેલા જ આવેલ બોટલોમાં દારૂ ભરવામાં આવેલ હતો તે 23 પેઠો દારૂ તેમજ 1400 જેટલી ખાલી બોટલો, બોટલના બુચ, બાર કોડ અને ક્યુઆર કોડના સ્ટીકર મળી આવેલ છે તે રાજસ્થાનથી આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

જે સ્થળે રેડ કરવામાં આવી હતી ત્યાથી બ્લેન્ડર સ્પાઈડ વ્હીસ્કીના સ્ટીકર, પુઠ્ઠાઓ બોટલીંગ અને પેકેજીંગ કરવાના અન્ય સાધન સામગ્રી મળી આવ્યા હતા જેથી નકલી વિદેશી દારૂ ભરેલ 23 પેટી, કાર અને 6.50 લાખ રૂપિયા રોકડા મળીને કુલ 20,75,444 નો મુદામાલ કબ્જે કર્યો છે. વધુમાં એસપીએ જણાવ્યુ હતું કે, આરોપી અજયસિંહ જાડેજા અને રામદેવસિંહ ઝાલા બંને જેલમાં સાથે હતા અને ત્યા સંપર્કમાં આવ્યા બાદ નકલી વિદેશી દારૂ બનાવીને તેનુ વેચાણ કરવા માટેનો પ્લાન બનાવેલ હતો જો કે, તેમાં આરોપીઓ સફળ થાય તે પહેલા જ એલસીબીની ટીમે આરોપીઓની ધરપકડ કરીને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે.




Latest News