મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી
Breaking news
Morbi Today

સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન


SHARE





સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સાક્ષરતા દિનની ઉજવણી નિમિત્તે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તદ્દન ફ્રી ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વ સાક્ષરતા દિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સ આર્થિક રીતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તદ્દન ફ્રીમાં કરાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે સંસ્થાના પ્રેસિડેન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓને આ કોર્સ પૂર્ણ કરાવીને પગભર બનાવવા મદદ કરવામાં આવી છે. અને આ વિદ્યા દાનરૂપી સેવા યજ્ઞમાં આર્થિક સહયોગ કચ્છ માધાપર હાલ દુબઈ નિવાસી નરેશભાઈ કાનજીભાઈ મેપાણી દ્વારા દર વર્ષે આપવામાં આવે છે. અને વધુમાં નરેશભાઈ મેપાણીએ જણાવ્યુ હતું કે, આ રીતે જરૂરિયાતમંદ બાળકોને વિદ્યાદાનની સેવામાં મદદ કરીને તેઓ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. ઉલેખનીય છે કે, આ કોર્સની ફી સામાન્ય રીતે 2500 થી 3000 જેટલી હોય છે જે સુજતન કોમ્પ્યુટર ક્લાસના સંચાલિકા શિક્ષિકા અને તેજસ્વી મેમ્બર હીનાબેન પરમારના સહયોગથી કરાવવામાં આવે છે. સંસ્થાના ફાઉન્ડર શ્રીમતી શોભનાબા સહદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સંસ્થાના પિતા સમાન હિતેશભાઈ પંડ્યાના જન્મદિવસ 8 સપ્ટેમ્બરની ઉજવણી નિમિત્તે દર વર્ષે તેઓની સંસ્થા દ્વારા વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે જે શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં રહેતી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન છે અને કોર્સમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવાનો હોય પોતાના આધારકાર્ડ સાથે વિદ્યાર્થિનીએ હીનાબેન પરમાર (98259 30156)નો તુરંત સંપર્ક કરવા જણાવ્યુ છે.




Latest News