મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી


SHARE





મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં પર્યુષણ પર્વને ધ્યાને રાખીને કતલખાના તેમજ નોનવેજનું વેચાણ બંધ રાખવા માટેની જાહેરનામું તો કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જો કે, તેની અમલવારી કરવામાં આવી રહી નથી જેથી સર્વે હિન્દુ સંગઠન દ્વારા તા. 8 થી 16 સુધીનું કતલખાના તેમજ નોનવેજનું વેચાણ બંધ રાખવા માટે જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે તે માત્ર કાગળ ઉપર રાખવાના બદલે તેની ચુસ્તપણે અમલવારી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે 

મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, માછલી અને ચીકનનું વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું મોરબી મહાનગરપાલિકા કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. અને તેની અમલવારી કરવા માટેની સૂચન પણ આપવામાં આવેલ છે તેમ છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ જોવા મળે છે તો કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો મતલબ શું તે પ્રશ્ન ઉઠી રહ્યો છે. અને આ જાહેરનામાની અમલવારી કરવાની જવાબદારી કોની છે ? અને તે પોતાની ફરજમાં બેદરકસરી રાખે તો તેની સામે કમિશનર દ્વારા શું પગલાં લેવામાં આવશે તેના સહિતના સવાલો ઉઠી રહ્યા છે. જો કમિશનરશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોય તો શું નીચેના સંબંધિત વિભાગના અધિકારી પાસે તેની જાણકારી નથી ? કે પછી જાહેરનામાની અમલવારીના નામે એક વિભાગ બીજા વિભાગને અને એક અધિકારી બીજા અધિકારીને જવાબદારી સોંપીને માત્ર ખો દેવાની રમત રમી રહ્યા છે. સર્વે હિન્દુ સંગઠનનો મહાપાલિકાને સ્પષ્ટ સવાલ છે કે, જાહેરનામાની કડક અમલવારી માટે સૂચના આપવામાં આવેલ છે તો પછી જમીન ઉપર કાર્યવાહી કેમ દેખાતી નથી ? અને જાહેરનામું માત્ર પ્રસિદ્ધ કરવા માટે નહીં, પરંતુ તેનો કડક અમલ કરવા માટે હોય છે. માટે કાગળ પર કાર્યવાહી કરવાના બદલે વાસ્તવિક રીતે ગેરકાયદે ચાલતા કતલખાના બંધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.




Latest News