મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે
Breaking news
Morbi Today

મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે


SHARE





મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે

મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. અને આગામી સમયમાં પાંચમા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આર્થિક રીતે નબળા પરિવારોની તેમજ માતા-પિતા વિનાની દિકરીઓના લગ્ન એક પરિવારની જેમ ધામધૂમથી કરાવવામાં આવશે. અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તા. 20 જાન્યુઆરી 2027ના રોજ પાંચમા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 51 દિકરીઓના લગ્ન કરાવવામાં આવશે. અને ખાસ કરીને માતા-પિતા વિનાની તથા આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતી દિકરીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પ્રથમ સમૂહ લગ્નમાં 5 દિકરીઓ, દ્વિતિય સમૂહલગ્નમાં 11 દિકરીઓ, તૃતીય સમૂહ લગ્નમાં 21 દિકરીઓ અને ચતુર્થ સમૂહ લગ્નમાં 41 દિકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા. આમ, અત્યાર સુધીમાં કુલ 78 દિકરીઓના લગ્ન કરાવ્યા છે અને આગમી જાન્યુઆરી માહિનામાં યોજાનાર પાંચમા સમૂહ લગ્નમાં 51 દિકરીઓના લગ્ન કરાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવમાં કોઈપણ દાતા પોતાનું યોગદાન આપવા માંગતા હોય તેઓ અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ (9904855551)નો સંપર્ક કરી શકે છે. તેમજ સમૂહ લગ્નમાં જોડાવા ઇચ્છુક દિકરીઓએ ફોર્મ મેળવવા માટે મો.70697 70679, 89803 46649, 99134 30772, 96249 03743 તથા 9904855551 પર સંપર્ક કરી શકાશે. આ સમૂહ લગ્નમાં જોડાવા માટે વહેલી તકે દિકરીઓ અને તેમના પરિવારજનોને સંસ્થાનો સંપર્ક કરી ફોર્મ મેળવવાને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા આયોજકોએ અનુરોધ કર્યો છે.




Latest News