મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં
SHARE
મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં
મોરબી તાલુકાના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની બિલ્ડીંગ જર્જરીત થઈ ગયેલ હોય અવારનવાર છતમાંથી પોપડા છે તેવી જ રીતે વધુ એક વખત છતમાંથી પોપડા પડ્યા હતા જો કે, ત્યારે ગ્રામ પંચાયત કચેરીમાં કોઈ હાજર ન હોવાથી કોઈને ઇજા કે જાનહાનિ થયેલ નથી પરંતુ ઓફિસમાં રાખવામા આવેલ ઓફિસ ફર્નિચરમાં નુકશાન થયું છે તેવી માહિતી ગ્રામ પંચાયતના સદસ્ય પાસેથી મળેલ છે.
ખારચીયા ગ્રામ પંચાયતના સદસ્ય અને કોંગ્રેસના આગેવાન સુરપાલસિંહ જાડેજાએ છ મહિના પહેલા ખારચીયા ગ્રામ પંચાયતની નવી બિલ્ડિંગ બનાવવા માટે થઈને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ તેને ધ્યાને લેવામાં આવી નથી અને નવું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું નથી. આ ગ્રામ પંચાયતમાં અગાઉ પણ છતમાંથી પોપડા પડ્યા હતા જેથી હવે જયારે પણ ગ્રામસભાનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગામમાં આવેલ રામજી મંદિરમાં ગ્રામસભા રાખવી પડે તે પ્રકારનો ઘાટ જોવા મળી રહ્યો છે તેવામાં વધુ એક વખત ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડ્યા હતા જો કે, ત્યારે ગ્રામ પંચાયત ઓફિસમાં કોઈ હાજર હતું નહીં પરંતુ ઓફિસમાં રાખવામાં આવેલ ટેબલ અને ખુરશીમાં નુકસાન થયું હતું. અને આગામી સમયમાં જો ગ્રામ પંચાયત ઓફિસની અંદર બેઠેલા અધિકારી, કર્મચારી અથવા તો ત્યાં કામકાજ માટે ગયેલા કોઈ નાગરિકને છતમાંથી પોપડા પડે અને તેઓને ઇજા થાય કે પછી જીવલેણ અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે.