મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી


SHARE





માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી

મોરબી જિલ્લામાં તસ્કરોને જાણે કે મોકળુ મેદાન હોય તે રીતે અવારનવાર ચોરીની ઘટનાઓ બનતી હોય છે તેવામાં માળીયા તાલુકાના ખાખરેચી ગામે આવેલ જૈન દેરાસરમાં ધોળા દિવસે દર્શન કરવાના બહાને આવેલા શખ્સ દ્વારા ભગવાનની મૂર્તિ ઉપર રાખવામાં આવેલા હારની ચોરી કરવામાં આવેલ છે અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હોય તેનો વિડીયો સોશ્યલ મિડિયામાં વાયરલ થયો છે ત્યારે પોલીસની કામગીરી સામે સવાલો ઊઠે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

હાલમાં જૈન સમાજનો મહાપર્વ એટલે કે પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે ત્યારે માળિયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે આવેલ જૈન દેરાસરને તસ્કરે નિશાન બનાવ્યું છે અને મંદિરની અંદર દર્શન કરવાના બહાને આવેલ શખ્સ દ્વારા ભગવાનની મૂર્તિ ઉપર ચડાવવામાં આવેલ હારની ચોરી કરવામાં આવેલ છે અને આ સમગ્ર ઘટના મંદિરમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાઓની અંદર કેદ થયેલ છે વધુમાં સ્થાનિક લોકો પાસેથી મળતી વિગત પ્રમાણે તા. 7/9 ના રોજ સવારે 11:18 મિનિટે અજાણ્યો શખ્સ જૈન દેરાસરની અંદર ભગવાનના દર્શન કરવાના બહાને આવે છે અને ત્યારબાદ માત્ર બે જ મિનિટની અંદર એટલે કે 11:20 મિનિટે તે મંદિરની બહાર નીકળી જાય છે જોકે, બે મિનિટમાં તેણે ભગવાનની મૂર્તિ ઉપર ચઢાવવામાં આવેલ હારની ચોરી કરી હતી જે સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે અને જૈન દેરાસરની અંદર જે શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી તે બિન્દાસ રીતે ખાખરેચી ગામની અંદર આંટાફેરા કરતો હોય તે પ્રકારના વિડીયો અને રામજી મંદિરમાં પણ આ શખ્સ ગયેલ હોય તેવા વિડિયો સામે આવેલ છે ત્યારે રામજી મંદિરમાં પણ ચોરી કરવામાં આવેલ છે કે કેમ તે હાલમાં તપાસનો વિષય છે જોકે આ બનાવ સંદર્ભે હજુ સુધી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી પરંતુ અવારનવાર બાઈક ચોરી, વાહન ચોરી, ઘરફોડ ચોરી, કોપર વાયર ચોરી, પરચુરણ વસ્તુઓની ચોરી અને મંદિરમાંથી ભગવાન ઉપર રાખવામાં આવતા આભૂષણની ચોરી જેવી ઘટનાઓ બની રહી છે જેથી પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે હવે સવાલો ઉઠે તો નવાઈ નથી




Latest News