મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત


SHARE









મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના માળિયા (મિં.) તાલુકાના કુંતાસી ગામે રહેતા વૃદ્ધે કોઈ કારણોસર ઘરે દવા પી લીધી હતી.જેથી તેઓને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જોકે સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વનિતાબેન સિંચણાદા અને રાઇટર પિયુષભાઈ બકુત્રા પાસેથી મળતી માહિતી પ્રમાણે, મૂળ માળિયા મિંયાણાના કુંતાસી ગામે રહેતા નાનજીભાઈ રવજીભાઈ ભાડજા પટેલ નામના ૮૫ વર્ષના વૃદ્ધે થોડા દિવસો પહેલા તેઓના ઘરે કોઈ અગમ્ય કારણોસર દવા પી લીધી હતી.જેથી કરીને તેઓને બેભાન હાલતમાં અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.અને અહીં સારવાર દરમિયાન નાનજીભાઈ ભાડજાનું મોત થયુ હતુ.જેથી પ્રાથમિક તપાસના કાગળ તૈયાર કરીને બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી.જયારે મોરબીના વાંકાનેર ખાતે રહેતા રાકેશભાઈ નરેન્દ્રભાઈ શુક્લા નામના ૬૧ વર્ષના વૃદ્ધને મારામારીના બનાવમાં માથાના ભાગે ઈજા થયેલ હોય વાંકાનેર ખાતે સારવારમાં લઈ જવાયા હતા અને બાદ વધુ સારવાર માટે અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના વાડી વિસ્તારમાં રહેતા અસ્મિતાબેન અજયભાઈ નાયર નામના ૨૦ વર્ષીય મહિલાએ વાડીમાં ઝેરી દવા પી લીધી હોય તેઓને હળવદ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે  મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા.

રાજકોટ ખસેડાયો

હળવદના મેરૂપર ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારના હિતેશભાઇ શબીરભાઈ રાઠવા નામનો ૪૧ વર્ષનો યુવાન કોઈ કારણસર વાડી વિસ્તારમાં દવા પી ગયો હતો.જેથી અહીં સિવિલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જોકે પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

સગીરા સારવારમાં

જામનગરના જોડિયા તાલુકાના જીરાગઢ ગામે વાડી વિસ્તારમાં રહેતા પરીવારની સેજલબેન નરસિંહભાઈ માવી નામની ૧૬ વર્ષીય સગીરાએ કોઈ કારણસર વાડીએ દવા પી લીધી હતી.જેથી અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી અને અહીંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી.તેમજ માળીયા મિંયાણાના નવાગામ ખાતે ઘરે ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતા સમયે ઇલે.શોર્ટ લાગતા મુમતાઝબેન અલ્તાફભાઈ જેડા નામના ૨૭ વર્ષીય મહિલાને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News