મોરબીના પીપળી ગામ નજીક ડબલ સવારી એક્ટિવા આડે કૂતરું આવતા સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત ટંકારાના સજનપર ગામે મામાના ઘરે આવેલા થાનના યુવાન પાસે કારના રૂપિયાની ઉઘરાણી કરીને 4 શખ્સોએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં મહિલાને ડબલ સવારી બાઇકના ચાલકે હડફેટે લીધા બાદ ઇજાગ્રસ્ત મહિનાના દીકરાએ કર્યો બે યુવાન ઉપર હુમલો માળીયા (મી)ના ચીખલી ગામે એસએમસીની રેડ: 750 લિટર, 35 બોક્ષ લાટા સહિત 4.12 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને મોરબીમાં નુતન વર્ષનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો સરકારે પ્રત્યુતર ન આપતા કર્યો ખેડૂતોએ હુંકાર: મોરબીના જેતપર ગામે 10 જાન્યુઆરી 2027ના રોજ યોજાશે કિસાન અધિકાર મહાપંચાયત  છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઇનામ યોજના: મોરબી જિલ્લાના ૯ તેજસ્વી તારલાઓને ૧.૦૫ લાખની આર્થિક સહાય અપાઈ મોરબી ખાતે આઈ.ટી.આઈ.નો પાંચમો કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મહિલાને ડબલ સવારી બાઇકના ચાલકે હડફેટે લીધા બાદ ઇજાગ્રસ્ત મહિનાના દીકરાએ કર્યો બે યુવાન ઉપર હુમલો


SHARE







































વાંકાનેરમાં મહિલાને ડબલ સવારી બાઇકના ચાલકે હડફેટે લીધા બાદ ઇજાગ્રસ્ત મહિનાના દીકરાએ કર્યો બે યુવાન ઉપર હુમલો

વાંકાનેરમાં નેશનલ હાઈવે રોડ ઉપર નવાપરા પુલની કટ નજીકથી મહિલા ચાલીને રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે ડબલ સવારી બાઈક તેને અથડાયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો. જેથી કરીને ઇજાગ્રસ્ત મહિલાના દીકરા અને એક અજાણી મહિલાએ લાકડાના ધોકા વડે બાઈક ઉપર જઈ રહેલા બંને વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો અને ત્યાં બાઈક ચલાવી રહેલા યુવાનને માથામાં તથા પગના પહોચાના ભાગે ધોકા વડે માર મારીને ગંભીર ઇજા કરી હતી જ્યારે અન્ય વ્યક્તિને વાસાના ભાગે લાકડાના ધોકાથી ઠોસા મારીને તેમજ ઢીકાપાટુનો માર મારીને ઇજા કરવામાં આવી હતી. ત્યાર બાદ ઇજા પામેલા યુવાનોને સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.

મૂળ કેશોદના રહેવાસી અને હાલમાં વાંકાનેરમાં ચંદ્રપુર પાસે આવેલ નૂર પ્લાઝા નજીક રહેતા સાજીદભાઈ ભીખુભાઈ લાખા (25)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે લાભુબેન ચંદુભાઈ મકવાણાનો દીકરો તથા તેની સાથે રહેલ અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદી અને સાહેદ તેઓનું બાઈક લઈને ટ્રક રીપેર કરવા માટે જતા હતા ત્યારે આરોપીના માતા લાભુબેન મકવાણા વાંકાનેરમાં નેશનલ હાઈવે રોડ ઉપર નવાપરા પુલની કટ નજીકથી રોડ ક્રોસ કરતા હોય ફરિયાદીના બાઈક સાથે ઠોકર લાગતા અકસ્માતે તેઓ પડી ગયા હતા અને તે બાબતનો ખાર રાખીને અજાણી મહિલા લાકડાનો ધોકો લઈને ફરિયાદી પાસે આવી હતી અને ત્યાં તેને વાસાના ભાગે ધોકા વડે ઠોસા મારીને ઇજા કરી હતી જ્યારે લાભુબેનના દીકરાએ ફરિયાદીને માથાના ભાગે એક ઘા મારીને ઇજા કરી હતી તેમજ પગના પોચાના ભાગે ધોકા વડે માર મારીને આંગળીમાં ફેક્ચર જેવી ઇજા કરેલ છે અને સાહેદ અરમાન હુસેન દલને ઢીકાપાટુનો માર માર્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે














Latest News