ટંકારાના હીરાપર ગામના પાટીયા પાસેથી સગીરાનું અપહરણ કરનાર આરોપી રાજકોટમાંથી પકડાયો
મોરબીમાં રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
મોરબીના રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ટંકારા પડધરી વિધાનસભા બેઠકના ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાના સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને એકમેકને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી
ગઈકાલે ગુજરાતની 182 વિધાનસભા બેઠકો ઉપર એક સાથે ભાજપ દ્વારા સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ ક્રેન્દ્રિય મંત્રી મોહનભાઈ કુંડારીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પૂર્વ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, ભાજપના અગ્રણી જયંતીભાઈ પટેલ, મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર, મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા સહિતના અનેક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ઓનલાઈન વર્ચ્યુયલ જોડાયા હતા તેઓનું સબંધોન લોકોએ સંભાળ્યું હતું. અને આગામી વર્ષમાં વધુ સારા કામ ટંકારા પડધરી વિસ્તારમાં કરવામાં આવશે તેવી લાગણી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ વ્યક્ત કરી હતી.