મોરબીમાં મંગળવારે ગુરુ નાનક જયંતી ઉજવાશે: શોભાયાત્રા-લંગર પ્રસાદનું આયોજન મોરબીમાં સંવિધાન દિવસની ઉજવણીની રૂપરેખા આપવા માટે પ્રદેશ ભાજપના સહપ્રવક્તાની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ માળીયા (મી)માં આવેલ દેવ સોલ્ટના સ્થાપકને ડૉ.દેવેન્દ્રસિંહ ઝાલાએ 86 વર્ષે સોલ્ટ ટેકનોલોજીમાં માનદ ડોક્ટરેટની પદવી મેળવી હળવદ-ધ્રાંગધ્રા ભાજપ પરિવારનું સાંસદ, ધારાસભ્ય, પૂર્વ મંત્રીઓની હાજરીમાં સ્નેહમિલન યોજાયું મોરબી ખાતે એનપીએસ સંચય દ્વારા ખેડૂતો અને ગ્રામ્ય ઉદ્યોગકારોને પેન્શન સાથે જોડવાની પહેલ નવી ઊર્જા, નવો સંચાર અને નવા સંકલ્પ: વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં ભાજપનું સ્નેહમિલન યોજાયું મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં કોઈ સંગઠન કે વ્યક્તિના દબાણમાં આવીને કાર્યવાહી ન કરવા લઘુમતી સમાજની કમિશનરને રજૂઆત મોરબીમાં રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)માં આવેલ દેવ સોલ્ટના સ્થાપકને ડૉ.દેવેન્દ્રસિંહ ઝાલાએ 86 વર્ષે સોલ્ટ ટેકનોલોજીમાં માનદ ડોક્ટરેટની પદવી મેળવી


SHARE







































માળીયા (મી)માં આવેલ દેવ સોલ્ટના સ્થાપકને ડૉ.દેવેન્દ્રસિંહ ઝાલાએ 86 વર્ષે સોલ્ટ ટેકનોલોજીમાં માનદ ડોક્ટરેટની પદવી મેળવી

માળીયા (મી) દેવ સોલ્ટ પ્રા. લિ.ના સ્થાપક ડૉ.દેવેન્દ્રસિંહ ઝાલા (ડી.એસ.ઝાલા)ને 86 વર્ષની વયે ‘ફિલોસોફી ઓફ સોલ્ટ પ્રોસેસિંગ એન્ડ પ્રોડક્શન’ વિષયમાં માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી છે. ઉલેખનીય છે કે, ગત 6 જૂને અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો ખાતે યોજાયેલા સમારોહમાં અમેરિકન ઇન્ટરનેશનલ યુનિવર્સિટી (AIU) દ્વારા તેમને આ પદવી આપવામાં આવી હતી. અને તેઓએ 86 વર્ષની વયે આ ક્ષેત્રમાં સન્માન મેળવનાર પ્રથમ ભારતીય છે.

ભારતના મીઠું અને સોડા એશ ઉદ્યોગના અગ્રણી સ્વ. કપિલરામ વકીલના પુત્ર એસ.કે.વકીલના માર્ગદર્શન હેઠળ ડૉ. ઝાલાએ મીઠાના ઉદ્યોગમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. મીઠું અને બ્રોમિન ઉદ્યોગમાં છ દાયકાથી વધુનો અનુભવ ધરાવતા ડૉ.દેવેન્દ્રસિંહ ઝાલા ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસો. અને કચ્છ સૌરાષ્ટ્ર સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ રહી ચૂક્યા છે. ભારત સરકારે તેમને સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ (સોલ્ટ)ના સભ્ય તરીકે પણ નિયુક્ત કર્યાં હતા.

ડૉ.દેવેન્દ્રસિંહ ઝાલાએ દેશ-વિદેશની ૧૦થી વધુ સોલ્ટ કોન્ફરન્સમાં સંશોધનપત્રો રજૂ કર્યાં છે. મે ૨૦૦૦માં નેધરલેન્ડ્સના ધ હેગ ખાતે યોજાયેલા આઠમા વર્લ્ડ સોલ્ટ સિમ્પોઝિયમમાં ‘ડીપ ચાર્જિંગ ઓફ સોલ્ટ પાન્સ’ અને ‘પર્યાવરણને અનુકૂળ સોલ્ટ વર્ક્સ’ વિષય પરના તેમના સંશોધનપત્રોને વિશેષ સન્માન મળ્યું હતું. ડૉ.દેવેન્દ્રસિંહ ઝાલા જામનગરના નર્મદેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટના આજીવન પ્રમુખ છે. તેમણે દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશનની સ્થાપના કરી છે અને તેના ચેરમેન તરીકે સેવા આપે છે. ફાઉન્ડેશન સ્થાનિક લોકોને મફત દવાઓ અને શિક્ષણમાં સહાય પૂરી પાડે છે. તે સ્વચ્છતા, માળખાકીય સુવિધાઓના વિકાસ અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે પણ કામ કરે છે. તેમ યાદીમાં જણાવાયું છે.














Latest News