મોરબી ખાતે એનપીએસ સંચય દ્વારા ખેડૂતો અને ગ્રામ્ય ઉદ્યોગકારોને પેન્શન સાથે જોડવાની પહેલ નવી ઊર્જા, નવો સંચાર અને નવા સંકલ્પ: વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં ભાજપનું સ્નેહમિલન યોજાયું મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં કોઈ સંગઠન કે વ્યક્તિના દબાણમાં આવીને કાર્યવાહી ન કરવા લઘુમતી સમાજની કમિશનરને રજૂઆત મોરબીમાં રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ટંકારાના હીરાપર ગામના પાટીયા પાસેથી સગીરાનું અપહરણ કરનાર આરોપી રાજકોટમાંથી પકડાયો માળીયા (મી)ના ચિખલી ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 250 લિટર દારૂ-3000 લિટર આથો ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીના પીપળી ગામ નજીક ડબલ સવારી એક્ટિવા આડે કૂતરું આવતા સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત ટંકારાના સજનપર ગામે મામાના ઘરે આવેલા થાનના યુવાન પાસે કારના રૂપિયાની ઉઘરાણી કરીને 4 શખ્સોએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

નવી ઊર્જા, નવો સંચાર અને નવા સંકલ્પ: વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં ભાજપનું સ્નેહમિલન યોજાયું


SHARE







































નવી ઊર્જા, નવો સંચાર અને નવા સંકલ્પ: વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં ભાજપનું સ્નેહમિલન યોજાયું

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 67 વાંકાનેર-કુવાડવા વિધાનસભા ભાજપ પરિવારનું નૂતન વર્ષનું સ્નેહમિલન ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

ભાજપના કાર્યકર્તાઓની એકતા, સમર્પણ અને સહિયારા પ્રયાસોના બળે જનસેવા તથા વિકાસના સંકલ્પને વધુ મજબૂત બનાવી નવી ઊંચાઈઓ સર કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વર્ચ્યુઅલી જોડાઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કાર્યક્રમમાં હાજર રહેલા સહુકોઈને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી હિરેનભાઈ પારેખ, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ કેયુરભાઈ ઢોલરીયા, વાંકાનેર નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, રાજકોટ તાલુકા ભાજપ મહામંત્રી વીપુલભાઈ બસીયા, રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય જસ્મીનભાઈ પીપળીયા, રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ ભરતભાઈ ગોવાણી, મોરબી જિલ્લા ભાજપ પૂર્વ મંત્રી પ્રગનેશભાઈ પટેલ, મોરબી જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ અશ્વિનભાઈ મેઘાણી, વાંકાનેર નગરપાલિકા ઉપપ્રમુખ માધવીબેન દવે, રાજકોટ તાલુકા પંચાયત ઉપપ્રમુખ વર્ષાબેન ખુંટ, રાજકોટ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન પ્રવિણભાઈ મેઘાણી, રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય રાજુભાઈ જાપડીયા, રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય વીજયભાઈ સોલંકી, રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ મનોજભાઈ ચૌહાણ, વાંકાનેર તાલુકા પંચાયત સદસ્ય અલ્પેશભાઈ મેર, વાંકાનેર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ તાલુકા ભાજપ મંત્રી જીજ્ઞેસભાઈ ગોહેલ, પરસોત્તમભાઈ ભુવા ભીખાભાઈ ગોવાણી, ભીખાલાલ પાઉં સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.














Latest News