મોરબીમાં રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં કોઈ સંગઠન કે વ્યક્તિના દબાણમાં આવીને કાર્યવાહી ન કરવા લઘુમતી સમાજની કમિશનરને રજૂઆત
SHARE
મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં થોડા દિવસો પહેલા માસ મટનનું વેચાણ થતું હોય તેવી બે દુકાનોને સીલ કરવામાં આવી હતી ત્યારબાદ આજે લઘુમતી સમાજના આગેવાનો સ્થાનિક વેપારીઓને સાથે રાખીને કમિશનરને રજૂઆત કરવા માટે થઈને મહાપાલિકાએ પહોંચ્યા હતા અને ત્યાં તેમને જણાવ્યું હતું કે છેલ્લા 70 વર્ષથી મોરબીમાં વેપાર કરતા વેપારીઓને હાલમાં મહાપાલિકા દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે અને તેઓના નગરપાલિકા સમયના લાયસન્સ રીન્યુ કરવામાં આવતા નથી અને નવા લાયસન્સ આપવામાં આવે તેના માટેની રજૂઆત કરવામાં આવી છે અને જો તેઓની રજૂઆતને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં હાઇકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે
મોરબી મહાનગરપાલિકા દ્વારા ખાટકીવાસ વિસ્તારની અંદર ગત 20 નવેમ્બરના રોજ માસ અને મટનનું વેચાણ કરતી બે દુકાનોને સીલ કરવામાં આવી હતી અને આ બાબતે આજે સ્થાનિક ધંધાર્થીઓને સાથે રાખીને લઘુમતી સમાજના આગેવાનો મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને તંત્ર દ્વારા ખાટકી તથા કસાઈ સમાજના વેપારીઓ સામે એક તરફી કાર્યવાહી કરીને તેઓને હેરાન કરવામાં આવે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને મહાપાલીકા દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવાના બદલે નિયમોનું પાલન કરાવી ધંધાર્થીઓની રોજીરોટી બંધ કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં બંધારણની કલમ 226 હેઠળ હાઇકોર્ટમાં જવાની લઘુમતી સમાજના આગેવાનો અને ધંધાર્થીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી છે
આજે ગુજરાત માઇનોરીટી ડિપાર્ટમેન્ટના વોઇસ ચેરમેન અમીનભાઇની આગેવાની હેઠળ સ્થાનિક વેપારીઓ મહાનગરપાલિકા ખાતે કમિશનરને રજૂઆત કરવા માટે થઈને પહોંચ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે અઢી મહિનાથી જુદા જુદા સંગઠનો દ્વારા શહેરમાં શાંતિ ડોળાઈ તેવી પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા કોઈ સંગઠન કે કોઈ વ્યક્તિના દબાણમાં આવીને કાર્યવાહી કરવાના બદલે નિષ્પક્ષ રહીને કાયદાને આધીન રહીને કામ કરવું જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે અને બંને પક્ષની સાથે રાખીને ખુલ્લા મંચથી ચર્ચા કરીને સુખદ રસ્તો કાઢવો જોઈએ તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી
આ બાબતે મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીએ જણાવ્યું હતું કે અધિકારીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી આધાર પુરાવા મળી આવ્યા હોવાથી દુકાનોને સીલ કરવામાં આવી છે અને બંને પક્ષને સાથે બેસાડીને ચર્ચા કરવાનો વિષય સામાજિક કે રાજકીય બાબત છે જેથી તેમાં કોર્પોરેશન કે કમિશનર કશું કરી શકે નહીં અને મહાપાલીકા દ્વારા રાજકોટના નિયમો અપનાવવામાં આવ્યા છે જે અહીં સંપૂર્ણપણે લાગુ પડે છે અને તેના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે જો કે, મનપાના પોતાના અલગ નિયમો ઘડવા માટે અને સરકારની મંજૂરી બાદ ગેજેટ પ્રસિદ્ધ કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે