રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને મોરબીમાં નુતન વર્ષનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો સરકારે પ્રત્યુતર ન આપતા કર્યો ખેડૂતોએ હુંકાર: મોરબીના જેતપર ગામે 10 જાન્યુઆરી 2027ના રોજ યોજાશે કિસાન અધિકાર મહાપંચાયત  છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઇનામ યોજના: મોરબી જિલ્લાના ૯ તેજસ્વી તારલાઓને ૧.૦૫ લાખની આર્થિક સહાય અપાઈ મોરબી ખાતે આઈ.ટી.આઈ.નો પાંચમો કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી મોરબી શહેર, તાલુકા અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના 3 બનાવમાં 3 યુવાનોના મોત હળવદના કોયબા ગામે થ્રેસરનું સેટિંગ કરતા માથું ટ્રેક્ટરની પેટી-ટોપલીગ વચ્ચે ફસાઈ જતા યુવાનનું મોત વાંકાનેરના ભલગામ પાસે ડમ્પર ચાલકે બે કારને હડફેટે લેતા બંને વાહનોમાં મોટું નુકશાન: આરોપી ફરાર
Breaking news
Morbi Today

રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને મોરબીમાં નુતન વર્ષનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો


SHARE







































રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને મોરબીમાં નુતન વર્ષનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં આવેલ ઉમા ટાઉનશિપ ખાતે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને આજે મોરબી માળિયા વિધાનસભા બેઠકનો નુતન વર્ષનું સ્નેહમિલન અને સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ તકે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબી માળિયા વિસ્તારમાં જે વિકાસ કામો ચાલી રહ્યા છે ત્યાં નબળું કામ થતું હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા સ્થાનિક લોકોએ તે કામ બંધ કરાવી દેવું તે ટકોર કરી હતી.

આજે રાજ્યની 182 બેઠક ઉપર ભાજપ દ્વારા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીમાં ઉમા ટાઉનશીપ ખાતે રાજ્યમંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને નુતન વર્ષના સ્નેહમિલન અને સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, મહાપાલિકાના ચેરમેનો તથા ચૂંટાયેલા સભ્યો ભાજપ અગ્રણી જયંતીભાઈ પટેલ, જયુભા જાડેજા, મોરબી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારીયા અને રીસીપભાઈ કૈલા, અગ્રણી ઉદ્યોગપતિ દિલુભા જાડેજા, મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, મોરબી જિલ્લા રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ દશરથસિંહ ઝાલા, મોરબી સમાસ બ્રહ્મ સમાજના પ્રમુખ રાજેશભાઈ જોશી, મોરબી પરશુરામ ધામના પ્રમુખ હસુભાઈ પંડ્યા તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પૂર્વ સદસ્યો, ભાજપના જિલ્લા, તાલુકા અને શહેરના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ સહિત વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને તેઓની હાજરીમાં વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપનારા ડોક્ટર, ઉદ્યોગકારો, આગેવાનો, વિદ્યાર્થીઓ તેમજ તાજેતરમાં યોજાયેલ સ્થાનિક વર્ષની ચૂંટણીમાં વિજેતા બનેલા સદસ્યો તેમજ મોરબી માળિયા વિધાનસભામાં આવતી ગ્રામ પંચાયતના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું

આ તકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઓનલાઈન વિડીયોના માધ્યમથી સહુ કોઈએ સંદેશો પણ સાંભળ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષમાં ગુજરાતનો જે વિકાસ થયો છે તેનાથી વધુ વિકાસ આગામી 20 વર્ષમાં થશે. ત્યારબાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ લોકોને સંબોધતા કહ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓની મહેનતના કારણે આજે ગ્રામ પંચાયતથી લઈને સંસદ સુધી ભાજપનો ભગવો લહેરાઈ છે ખાસ કરીને મોરબી માળિયા વિધાનસભા વિસ્તારમાં હાલમાં જેટલા પણ વિકાસ કામો ચાલી રહ્યા છે અને આગામી સમયમાં જે પણ વિકાસ કામો કરવામાં આવશે તે કામોમાં કોઈપણ જગ્યાએ નબળું કામ થતું હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સ્થાનિક લોકોએ તે કામને રોકાવી દેવા માટેની મંત્રીએ લોકોને ટકોર કરી છે અને જેટલા પણ વિકાસના કામ મોરબી માળિયા વિસ્તારમાં થાય તે સારામાં સારા થયા તેના માટે સહુ સાથે મળીને ટીમ વર્કથી કામ કરીએ તેવી લાગણી વ્યક્ત કરી હતી અને મોરબી માળિયા તાલુકામાં વધુમાં વધુ ગ્રામ પંચાયતો આગામી ચૂંટણીમાં સમરસ બને તેના માટે તેને તેઓએ વિશે જાહેરાત કરતા કહ્યું હતું કે જે ગામમાં સરપંચ સમરસ થશે તે ગામમાં તેઓના તરફથી વિકાસ કામ માટે વધુ 10 લાખ રૂપિયા ફાળવવામાં આવશે.














Latest News