મોરબીના પીપળી ગામ નજીક ડબલ સવારી એક્ટિવા આડે કૂતરું આવતા સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત
SHARE
મોરબીના પીપળી ગામ નજીક ડબલ સવારી એક્ટિવા આડે કૂતરું આવતા સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત
મોરબીના જેતપર પીપળી રોડ ઉપર પીપળી ગામ તરફ જવાનો રસ્તા ઉપરથી ડબલ સવારી એક્ટિવા પસાર થઈ રહ્યું હતું ત્યારે એકટીવાની આડે અચાનક કૂતરું આવ્યું હતું જેથી એક્ટિવા સ્લીપ થયું હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં એક્ટિવા ચલાવી રહેલા યુવાનને કપાળના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયૂ હતું જ્યારે એકટીવામાં બેઠેલા બીજા યુવાનને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ ધાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામના રહેવાસી અને હાલમાં મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં ખોડીયાર માતાના ચોક પાસે રહેતા પીતાંબરભાઈ નાનજીભાઈ લોદરીયા (51)ની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એકટીવા નંબર જીજે 36 બીએ 9821 ના ચાલક ફરિયાદીના મૃતક દીકરા ગોપાલભાઈ પીતાંબરભાઈ લોદરીયા સામે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે જેમાં ફરિયાદી જણાવ્યુ હતું કે, તેઓનો દીકરો ગોપાલભાઈ તેના મિત્ર ઉમેશભાઈનું એકટીવા લઈને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે ઉમેશભાઈ પણ તેની સાથે એક્ટિવામાં બેઠેલા હતા અને તેઓના ડબલ સવારી એક્ટિવાની આડે અચાનક કૂતરું આવ્યું હતું જેથી એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં ફરિયાદીના દીકરાને કપાળના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જ્યારે સાહેદ ઉમેશભાઈ અદગામાને માથાના ભાગે તથા પડખામાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભ હાલમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.