હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે


SHARE









મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે

મોરબી તાલુકાના રાજપર ગામે શ્રી રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિરાધાર ગૌમાતાના સદકાર્યના લાભાર્થે ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ સંવત ૨૦૮૨ના ભાદરવા વદ અમાસ, શનિવાર તા. ૧૦ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ રાત્રે ૯:૩૦ કલાકે રાજપર ગામ ખાતે યોજાશે. પ્રસંગે નકલંક ધામ-બગથળાના પ.પૂ. શ્રી દામજીભગત ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે.

કાર્યક્રમમાં ઐતિહાસિક નાટક ‘જરાસંઘનો વધ’નું ભવ્ય મંચન કરવામાં આવશે. સાથે જ પ્રખ્યાત કલાકાર વિજુડી અને તેમની ટીમ દ્વારા હાસ્યરસથી ભરપૂર કોમિક રજૂ કરવામાં આવશે, જેથી ધાર્મિક વાતાવરણ સાથે મનોરંજનનો પણ સંગમ સર્જાશે.

આ સમગ્ર કાર્યક્રમનું યુટ્યુબના માધ્યમથી લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. ગૌસેવાના આ પવિત્ર કાર્યમાં સહભાગી બની સદકાર્યમાં યોગદાન આપવા માટે શ્રી રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌભક્તો, ધર્મપ્રેમીઓ અને દાતાઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




Latest News