મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન


SHARE











મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન

મોરબીની મયુર સોસાયટીમાં એક અજાણી યુવતી છેલ્લા ઘણા સમયથી બેઠી છે તેવો અભયમની ટીમને કોઈએ કોલ કર્યો હતો જેથી અભયમની ટિમ ત્યાં દોડી ગઈ હતી અને યુવતીનું નામ સરનામું પૂછાતા તે ખુબ જ ગભરાયેલી હાલતમાં હતી જેથી તેને અભયમની ટીમે વિશ્વાસમાં લીધી હતી. ત્યાર બાદ પૂછપરછ કરીને યુવતીનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ છે.

૧૮૧ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ ખ્યાતિબેન બલેવિયા તેમજ પાયલોટ વિરમભાઇ જીડ દ્વારા યુવતીને પહેલા તો સુરક્ષિત જગ્યાએ બેસાડવામાં આવી હતી અને ત્યારબાદ તેને સાંત્વના આપવામાં આવી હતી અને પછી વાતચીત કરતાં યુવતીએ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા કહ્યું હતું કે, હું મારા માતા પિતા અને ભાઈ સહિતના પરિવાર સાથે એક કંપનીમાં રહું છું અને અમે મજુરી કામ કરીને ગુજરાન ચલાવીએ છીએ મારા માતા ક્યારેક ક્યારેક નશીલા દ્રવ્યોનું સેવન કરીને મારી સાથે ગેરવતૅન કરે છે અને અપશબ્દો બોલે છે તેમજ નાની નાની વાતો પર માનસિક રીતે ત્રાસ આપે છે તેમજ મારઝુડ કરીને ઘરની બહાર નીકળી જવાનુ કહે છે અને જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ લઈ આપતા નથી જેથી કંટાળીને તે પોતાના ઘરેથી નીકળી ગઈ હતી ત્યારબાદ યુવતી પાસેથી તેના પરિવારજનનો ફોન નંબર મેળવીને યુવતીએ પોતાની કંપનીનું સરનામુ જણાવ્યુ હતું ત્યાં યુવતીને લઈને ગયા હતા અને યુવતીના પરિવાર સાથે વાતચીત કરી હતી ત્યારે સામે આવ્યું હતું કે, બપોરના સમયે મમ્મી-દિકરી વચ્ચે ઝઘડો થયેલ હતો બાદમાં યુવતી ઘરેથી નીકળી ગઈ હતી. બાદમાં અભયમની ટીમે યુવતીના માતા પિતાને સલાહ સુચન અને માગૅદશૅન આપ્યું હતું અને યુવતી સાથે ગેરવર્તન કે મારઝુડ ન કરવાં સમજવ્યું હતું અને યુવતીનું તેના માતા પિતા સાથે મિલન કરાવ્યુ હતું.




Latest News