મોરબી નજીક રોંગ સાઈડમાં પૂરપાટ ઘસી આવેલ ટ્રકે બોલેરોને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં 2 ના મોત: 8 ઘાયલ મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રૂપે સામાન્ય વર્ગની બાળાઓને લ્હાણી આપી ભક્તિ સાથે સમાનતાનો સંદેશ આપ્યો મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી સગીરાએ કર્યો આપઘાત, લખધીરવાસ ચોક પાસે હાર્ટ અટેકથી યુવાન અને પીપળીયા ગામે બીમારી સબબ આધેડનું મોત વાંકાનેરના ખીજડીયા ગામે શેરીમાંથી નીકળવા બાબતની માથાકૂટ કરીને પિતા પુત્ર સહિત છ વ્યક્તિઓને ધોકા, પાઇપ અને ધારિયા વડે માર માર્યો વાંકાનેરના ગારીયા ગામે રહેતા સિક્યુરિટી ગાર્ડ સાથે ખોટા મેસેજ કરીને 48 હજારની છેતરપિંડી હળવદમાં વાડીના રસ્તા બાબતે ચાલતા મનદુખનો ખાર રાખીને યુવાન ઉપર હુમલો, વાડીએ ઉભા પાકને કર્યું નુકસાન: સાત મહિલા સહિત 19 જેટલા લોકો સામે ફરિયાદ મોરબી નજીક સિરામિક કારખાનામાં ડમ્પર ચાલાકે કચડી નાખતા આધેડ મહિલાનું મોત મોરબીના હરીપર કેરાળા ગામે ભાડાની માથાકૂટમાં હવે 2 શખ્સોની સામે વળતી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મોરબી નજીક સિરામિક કારખાનામાં ડમ્પર ચાલાકે કચડી નાખતા આધેડ મહિલાનું મોત


SHARE







મોરબી નજીક સિરામિક કારખાનામાં ડમ્પર ચાલાકે કચડી નાખતા આધેડ મહિલાનું મોત

મોરબીના નીચીમાંડલ ગામ નજીક સિરામિક કારખાનામાં ગેસ પ્લાન્ટ નજીક કામ કરતા આધેડ મહિલાને ડમ્પર ચાલકે હડફેટે લઈને કચડી નાખતા તેઓને કમરથી નીચેના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી જેથી મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના નીચી માંડલ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા દેવરાજભાઈ નરસીભાઈ સોલંકી (33) એ ડમ્પર નંબર જીજે 13 એ એક્સ 4588 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ઊંચી માંડલ તથા નીચી માંડલ ગામની વચ્ચે આવેલ સિમેરો સીરામીક કારખાનામાં ગેસના પ્લાન્ટ પાસે ફરિયાદીના માતા અમૃતબેન કામ કરી રહ્યા હતા ત્યારે ડમ્પરના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીના માતા અમૃતબેનને હડફેટે લીધા હતા જેથી તેઓને કમરથી નીચેના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી અને તેઓનું મોત નીપજ્યું હતું અને અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News