મોરબી વોર્ડ નં. ૩ ગરબીઓમા ભુપતભાઈ જારીયા-જીજ્ઞેશભાઈ કૈલા દ્વારા દીકરીઓને અપાઈ લ્હાણી મોરબી પંથકમાં મહિલાઓને રોજગારી અને અજંતા ક્લોકનો દુનિયામાં ડંકો વગાડનારા પ્રવીણભાઈ ભાલોડીયા પંચમહા ભૂતમાં વિલીન મોરબીના ગાળા ગામેથી યુવતી ગુમ મોરબી અજંતા ક્લોક ગ્રુપના મોભી પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયાનું હાર્ટ એટેકથી અમદાવાદ ખાતે નિધન: માદરે વતન ચાચાપરમાં સાંજે કરાશે અંતિમવિધિ મોરબીની શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા નિઃશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન મોરબીમાં વાડીની ઓરડીમાંથી 1585 બોટલ દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, બે સગાભાઈની શોધખોળ મોરબીમાં મહંતસ્વામીનું હરિભક્તો દ્વારા કરાયું ભવ્ય સ્વાગત: આગમી દિવસોમાં યોજાશે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ મોરબીમાં દશેરાએ એસ.પી., ડિ.વાય.એસ.પી. સહિતના અધિકારીઓએ કર્યું શસ્ત્રોનું પૂજન
Breaking news
Morbi Today

મોરબી પંથકમાં મહિલાઓને રોજગારી અને અજંતા ક્લોકનો દુનિયામાં ડંકો વગાડનારા પ્રવીણભાઈ ભાલોડીયા પંચમહા ભૂતમાં વિલીન


SHARE







મોરબી પંથકમાં મહિલાઓને રોજગારી અને અજંતા ક્લોકનો દુનિયામાં ડંકો વગાડનારા પ્રવીણભાઈ ભાલોડીયા પંચમહા ભૂતમાં વિલીન

દેશ અને દુનિયામાં મોરબીના ઘડિયાળ ઉદ્યોગમાં ડંકો વગાડનારા અજંતા ક્લોક ગ્રુપના મોભી પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયાનું અવસાન થતાં આજે તેઓના માદરે વતન ચાંચાપર ગામે આવેલા સ્મશાન ખાતે તેઓની અંતિમક્રિયા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મોરબીના ઉદ્યોગકારો સહિતના લોકો જોડાયા હતા અને તેઓને પાર્થિવદેહ ચાંચાપર ગામે પહોચ્યો હતો ત્યારે ગામની દીકરો અને મહિલાઓ સહિતનાઓ પુષ્ટિવર્ષા કરીને તેઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

સમગ્ર દુનિયામાં અજંતા કંપનીના સ્થાપક તરીકે જાણીતા સ્વ. ઓધવજીભાઈ આર. ભાલોડિયા (O.R. Patel) મોરબીની વીસી હાઇસ્કૂલના શિક્ષક હતા અને તેઓએ વર્ષ 1971માં મોરબીમાં ઘડિયાળના વ્યવસાયની શરૂઆત કરી હતી અને અજંતા કારખાનું લાટી પ્લોટમાં શરૂ કર્યું હતું અને ઓ.આર.પટેલને કુલ ચાર દીકરા હતા જેમાં વસંતભાઇ, પ્રવીણભાઈ, જયસુખભાઇ અને અશોકભાઇનો સમાવેશ થાય છે જો કે, પ્રવીણભાઈનો જન્મ તા. 27/12/1953 ના રોજ થયો હતો અને તેઓએ અજંતા ગ્રૂપની કામન સાંભળી હતી.

પ્રવીણભાઈ ઓ. ભાલોડીયાના મોટાભાઇ વસંતભાઇ ભાલોડીયાએ જણાવ્યુ હતું કે, વર્ષ 1980 ના દાયકામાં ઘડિયાળના વ્યવસાયનું સંચાલન સંભાળ્યું હતું અને અજંતા (Ajanta) બ્રાન્ડને આગળ વધારવામાં તેઓની મહત્વની ભૂમિકા ભજવી હતી આટલું જ નહીં પરંતુ મહિલાઓને રોજગાર આપવાનો વિચાર પણ તેઓનો જ હતો અને મહિલાઓને કારખાને રોજગારી માટે લઈ આવવામાં અને વિદેશ પ્રવાસ કરીને નવી આધુનિક ટેકનૉલોજિ લઈ આવીને અજંતા ગ્રૂપને વિશ્વના ફલક ઉપર મૂકવામાં તેઓનું ખૂબ જ મોટું યોગદાન હતું. અને પ્રવીણભાઈએ અજંતા બાદ ઓરપેટ ગ્રૂપની રચના કરી હતી અને ડિજિટલ કેલ્ક્યુલેટર, ડિજિટલ ઘડિયાળ સહિતના ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોના વ્યવસાયને આગળ વધાર્યો હતો

આજે દેશ અને દુનિયામાં અજંતા અને ઓરપેટ ગ્રૂપનો ડંકો વાગી રહ્યો છે તેમાં પ્રવીણભાઈ ભાલોડીયાનું સહુથી મોટું યોગદાન હતું તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી મૂળ ચાંચાપર ગામના રહેવાસી અને સિરામિક ઉદ્યોગપતિ પ્રવીણભાઈ પટેલે જણાવ્યુ હતું કે, પ્રવીણભાઈ ભાલોડીયાને પોતાના ગામ અને રાષ્ટ્ર પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો અને તેઓ હર કોઈને કહેતા હતા કે, પહેલા પોતાના ગામ અને પછી રાષ્ટ્ર માટે તમે તમારી આર્થિક શક્તિ મુજબ કામ કરો. અને અમદાવાદ ખાતે તેઓના ઘરે જ હાર્ટ એટેક આવી જવથી પ્રવીણભાઈ ભાલોડીયાનું નિધન થયું હતું ત્યાર બાદ તેઓના પાર્થિવ દેહને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ રેવા બંગલો ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી પ્રવીણભાઈ ભાલોડીયાની અંતિમ ઈચ્છા મુજબ તેઓના માદરે વતન એટ્લે કે ચાચાપર ગામે તેઓની અંતિમક્રિયા કરવામાં આવી હતી ત્યારે પ્રવિભાઈના દીકરા નેવીલભાઈ અને હિમાંશુભાઈ દ્વારા મુખાગ્નિ આપવામાં આવતા પ્રવીણભાઈ ભાલોડીયા પંચમહા ભૂતમાં વિલીન થાય છે. તેઓનું બેસણું આગમી તા. 22 ને ગુરુવારે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલા લજાઈ ગામ પાસે ઉમા સંસ્કારધામ ખાતે રાખવામા આવ્યું છે.




Latest News