મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે કાલે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: સમગ્ર ગુજરાતનાં ખેડૂતોને રક્તદાન કરવા કરાયું આહ્વાન


SHARE









મોરબીના જેતપર ગામે કાલે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: સમગ્ર ગુજરાતનાં ખેડૂતોને રક્તદાન કરવા કરાયું આહ્વાન

મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા હાલમાં ખાનગી વીજ કંપની પાસેથી વધુમાં વધુ વળતર મેળવવા માટે થઈને આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે જેના છ દિવસ થઈ ગયા છે અને સાતમા દિવસે ઉપવાસ છાવણી ખાતે ખેડૂતો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પમાં સમગ્ર ગુજરાતમાંથી વધુમાં વધુ ખેડૂતો દ્વારા રક્તદાન કરવામાં આવે તેના માટે થઈને આહવાન કરવામાં આવ્યું છે

મોરબી તાલુકાના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી કંપનીની જે વીજ લાઈન પસાર થાય છે તેના વીજ પોલો અને વીજ વાયરના વળતર બાબતે ગત તા. 18 થી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને તેના છ દિવસ પૂરા થયા છે ત્યારે સાતમા દિવસે એટલે કે તા. 24/6/2026 ના રોજ સવારે 9:00 વાગ્યાથી રક્તદાન કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ઉપવાસી છાવણી ખાતે ન માત્ર જેતપર કે મોરબી જિલ્લો પરંતુ સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો દ્વારા વધુમાં વધુ સંખ્યામાં હાજર રહીને રક્તદાન કરવામાં આવે તેના માટે થઈને આહવાન કરવામાં આવ્યું છે અને જે ખાનગી વીજ કંપનીઓ દ્વારા હાલમાં તેઓના વીજ વાયર અને વીજપોલ ઊભા કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેઓની પાસેથી ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તેના માટેની આ લડાઈ ચાલી રહી છે તેમાં ખેડૂતો હવે રક્તદાન કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કરશે ઉલેખનીય છે કે, ફેબ્રુઆરી 2025 માં રીબડા ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 5419 બોટલ રક્ત એકત્રિત થયું હતું જેની વર્લ્ડ બુક ઓફ રેકર્ડ્સમાં નોંધ કરવામાં આવે છે અને ગુજરાતમાં કાલે રેકોર્ડ બ્રેક રક્તદાન જેતપર ગામે ઉપવાસી છાવણીમાં થશે તેવો વિશ્વાસ ખેડૂતોએ વ્યક્ત કર્યો છે.




Latest News