મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

વાંકાનેર-મોરબી-દાહોદ રૂટ પર નવી એસ.ટી. બસ સેવાનો પ્રારંભ


SHARE









વાંકાનેર-મોરબી-દાહોદ રૂટ પર નવી એસ.ટી. બસ સેવાનો પ્રારંભ

 

સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતને સીધા જોડતી જાહેર પરિવહન વ્યવસ્થામાં વધુ એક મહત્વપૂર્ણ કડી ઉમેરાઈ છે. રાજકોટ વિભાગ હેઠળના વાંકાનેર એસ.ટી. ડેપો ખાતે વાંકાનેર-મોરબી-દાહોદ રૂટ પર નવી એસ.ટી. બસ સેવાનો વિધિવત પ્રારંભ કરાયો છે. આ નવી બસ સેવા માત્ર એક રૂટનો વધારો નથી પરંતુ હજારો મુસાફરો માટે વધુ સુરક્ષિત, સુલભ અને આરામદાયક મુસાફરીની દિશામાં એક મહત્વપૂર્ણ પગલુ છે.

વિધિવત પૂજન સાથે આ બસને અપાઈ લીલીઝંડી. વાંકાનેર એસ.ટી. ડેપો ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રીફળ વધેરી, કંકુ-ચાંદલા કરીને અને ફૂલહારથી શણગાર કરીને બસને પ્રસ્થાન કરાવાયુ હતુ.રાજકોટ વિભાગીય નિયામક, ડીટીઓ, ડીએમઈ, કર્મચારી મંડળના પ્રતિનિધિઓ તેમજ ડેપો મેનેજર એ.એન.પઢારીયાની ઊપસ્થિતિમાં આ બસને રૂટ પર રવાના કરવામા આવી હતી. ડ્રાઈવર આશિષભાઈ વાજા અને કંડકટર અશોકભાઈ થુલેટીયાની હાજરીમાં મુસાફરોને મીઠાઈ વહેંચીને શુભેચ્છા પાઠવાઈ હતી. વાંકાનેર-મોરબી-દાહોદ રૂટ વેપાર, રોજગાર, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ માટે અત્યંત મહત્વનો ગણાય છે.

મોરબીના સિરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારો, દાહોદ અને આસપાસના આદિવાસી વિસ્તારોના મુસાફરો, વિદ્યાર્થીઓ તેમજ નાના વેપારીઓ માટે આ સીધી બસ સેવા સમય અને ખર્ચ બંનેમાં બચત કરાવશે.અત્યાર સુધી ઘણા મુસાફરોને રૂટ બદલવા અથવા ખાનગી વાહનોનો સહારો લેવો પડતો હતો. નવી બસ સેવા શરૂ થતા મુસાફરી વધુ અનુકુળ બનશે અને જાહેર પરિવહન પ્રત્યે લોકોનો વિશ્વાસ પણ મજબૂત બનશે. મોરબી અને દાહોદ વચ્ચે અંદાજે 350 કિ.મી.નુ અંતર હોવાથી આ રૂટ લાંબા અંતરની મુસાફરી માટે મહત્વનો માનવામાં આવે છે




Latest News