મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો


SHARE









વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

મોરબી જિલ્લામાં શૈક્ષણિક પ્રગતિના નવા આયામો સર કરવાના આશય સાથે ‘પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬’ અંતર્ગત વાંકાનેરના કોઠી અને મહિકા ગામે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણના પ્રથમ પગથિયે ડગ માંડતા બાળકોને ઉમળકાભેર આવકારવામાં આવ્યા હતા. આ તકે કલેક્ટરએ સમગ્ર શાળા પરિસરની મુલાકાત લઈ બાળકો માટેની સુવિધાઓનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. અને બાળકો સાથે સંવાદ કરી તેમની લેખન, વાંચન અને ગણન ક્ષમતા ચકાસી હતી આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આંગણવાડી, બાળ વાટીકા, ધોરણ-૧ અને ધોરણ-૯ માં પ્રવેશ મેળવતા તમામ નવપ્રવેશી વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે શૈક્ષણિક કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે વાંકાનેરના મામલતદાર કે.વી. સાનિયા, પીજીવીસીએલ મોરબીના અધિક્ષક ઇજનેર એચ.એમ. ભોજાણી, વાંકાનેરના આર.એફ.ઓ. એમ.એન. કચોટ સહિત હાજર રહ્યા હતા.




Latest News