મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા ઉપર ગ્રામજનો દ્વારા કર્યો હતો ચકકાજામ


SHARE







વાંકાનેરના વઘાસીયા ટોલનાકા ઉપર ગ્રામજનો દ્વારા કર્યો હતો ચકકાજામ

વાંકાનેર કચ્છ નેશનલ હાઈવે પર આવેલા વઘાસીયા ટોલનાકે ગત શનિવારે મોડી રાત્રે ટોલટેકસના મુદે ગ્રામજનો અને ટોલ સતાધીશો વચ્ચેનો લાંબા સમયથી સળગતો વિવાદ ફરી સપાટી પર આવ્યો હતો. સ્થાનિક વાહનચાલકો પાસેથી ટોલ વસૂલાતના વિરોધમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ટોલનાકે એકત્રિત થયા હતા અને ચકકાજામ કરતા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર, વાંકાનેર બાઉન્ડ્રીથી કચ્છ તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા વઘાસીયા ટોલનાકે સ્થાનિક રહેવાસીઓ પાસેથી પણ ટોલટેકસ વસૂલવામાં આવતો હોવાના આક્ષેપોને લઈને લોકોમાં લાંબા સમયથી અસંતોષ જોવા મળી રહ્યો હતો.શનિવારે મોડી રાત્રે આ મુદ્દે ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમ્યાન ગ્રામજનોએ ટોલનાકા પર ચકકાજામ કરતા હાઈવે પરનો વાહનવ્યવહાર અડધા કલાકથી વધુ સમય માટે પ્રભાવિત થયો હતો. બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મોરચો સંભાળ્યો હતો.

પોલીસ દ્વારા ગ્રામજનો અને ટોલનાકા સંચાલકો વચ્ચે ચર્ચા અને સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારબાદ ધીમે ધીમે સ્થિતિ સામાન્ય બનતા વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. લાંબા સમયથી સળગતો સ્થાનિક મુદ્દો સ્થાનિક વાહનચાલકો પાસેથી ટોલ વસૂલાત અંગે ગ્રામજનોમાં અગાઉથી અસંતોષ હોવાનું સામે આવ્યું છે. આવા પ્રશ્નો સમયસર ઉકેલવામાં ન આવે તો તે અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે.ટોલ વસૂલાતના નિયમો, સ્થાનિકોને મળતી છૂટછાટ અને ફરીયાદ નિવારણ વ્યવસ્થા અંગે સ્પષ્ટતા કરીને સંબંધીત તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવાની જરૂરીયાત સામે આવી છે. હાલ સમગ્ર મામલે કોઈ સતાવાર નિવેદન જાહેર થયું નથી






Latest News