મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ


SHARE



































ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ

ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઈ હતી અને ફટાકડા દૂર ફોડવા માટે કહ્યું હતું ત્યારબાદ ચાર શખ્સો લોખંડના પાઇપ, ધારિયું અને કુહાડી જેવા હથિયાર લઈને ટંકારાની લતીપર ચોકડી પાસે આવ્યા હતા અને ત્યાં ફરિયાદી તથા તેના ભત્રીજા ઉપર હુમલો કર્યો હતો અને તેઓને કુહાડી અને પાઇપ વડે માર મારીને ઇજા કરવામાં આવી હતી તેમજ "આજે તો તમને બંનેને જીવતા જવા દઈએ છીએ હવે પછી અમારું નામ લીધું છે તો જીવતા નહીં જવા દઈએ" તેવી ધમકી આપી હતી. જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારાના ગોકુલનગરમાં રહેતા કનુભાઈ મશરૂભાઈ ઝાપડા (40)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ હમીરભાઈ ટોળીયા, હિતેશભાઈ અમિતભાઈ ટોળીયા, શુભમ ગોવિંદભાઈ ટોળીયા, નકુલ હિતેશભાઈ ટોળીયા હમીરભાઇ સગરામભાઇ ટોળીયા અને રાણાભાઇ સગરામભાઇ ટોળીયા રહે બધા ટંકારા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના ભત્રીજા ધવલ ઝાપડાને આરોપી મહેશભાઈ ટોળીયા સાથે ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી અને ફટાકડા દૂર ફોડવા માટે કહ્યું હતું ત્યાર બાદ ફરિયાદી અને સાહેદ લતીપર ચોકડી નજીક બેઠા હતા ત્યાં આવીને મહેશભાઈ ,હિતેશભાઈ, શુભમ અને નકુલ એ ફરિયાદી તથા સાહેદ ઉપર લોખંડના પાઇપ, ધારીયા અને કુહાડી જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો અને ત્યારે શુભમ ટોળિયાએ સાહેદ ધવલને પીઠના ભાગે કુહાડી જેવા હથિયાર વડે ઘા મારીને જમીન ઉપર નીચે પાડી દીધો હતો અને તેને પીઠના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા કરી હતી તેમજ ફરિયાદી અને સાહેબને નકુલ ટોળીયાએ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને ઈજા કરી હતી અને ત્યારબાદ ચારેય આરોપીઓ ત્યાંથી જતા રહ્યા હતા અને "આજે તો તમને બંનેને જીવતા જવા દઈએ છીએ હવે પછી અમારું નામ લીધું છે તો જીવતા નહીં જવા દઈએ" તેવી ધમકી આપી હતી. ત્યારબાદ ઇજા પામેલ ફરિયાદી સહિત બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા તેવામાં હમીરભાઈ અને રાણાભાઇ પાઇપ સાથે આવ્યા હતા અને ફરિયાદી અને સાહેદને ગાળો બોલીને ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે 6 શખ્સની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે


















Latest News