મોરબીમાં મંગળવારે ગુરુ નાનક જયંતી ઉજવાશે: શોભાયાત્રા-લંગર પ્રસાદનું આયોજન
મોરબીમાં રહેતા યુવાને ઓનલાઈન રિલ જોઈને મંગાવેલા ડ્રેસની ડીલેવરી ન આપીને 4,00,543 રૂપિયાની છેતરપિંડી
SHARE
મોરબીમાં રહેતા યુવાને ઓનલાઈન રિલ જોઈને મંગાવેલા ડ્રેસની ડીલેવરી ન આપીને 4,00,543 રૂપિયાની છેતરપિંડી
મોરબીમાં આવેલ હરિગુણ રેસીડેન્સી રાધિકા પેલેસ ખાતે રહેતા યુવાનેના પત્નીના ફેસબુક આઇડી ઉપર આવેલ રીલને જોઈને સગુન ફેશન સુરત ખાતે ડ્રેસ અને સાડી સસ્તા ભાવે મળશે તે પ્રકારની વાતચીત થઈ હતી અને ત્યારબાદ ત્રણ ડ્રેસનો ઓર્ડર બુક કરાવી ડ્રેસની ડીલેવરી આપવામાં આવી ન હતી અને ખોટું બોલીને ફરિયાદી તથા સાહેદના ખાતામાંથી અલગ અલગ સમયે ગૂગલ પે, નેટબેન્કિંગ તથા આઈએમપીએસ મારફતે 4,00,543 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી કરીને આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીમાં આવેલ હરિ ગુણ રેસીડેન્સી રાધિકા પેલેસ છઠ્ઠા મળે ફ્લેટ નંબર 613 માં રહેતા પાર્થભાઈ નરભેરામભાઈ જાકાસણીયા (30)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ નંબર 8595917554 તથા 8690304348 ના ધારકો અને વિશાલ નામનો વ્યક્તિ કે જેનું યુનિયન બેંકમાં 678802010007495 નંબરનું એકાઉન્ટ છે તે અને તપાસમાં ખુલે તેની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં તે જણાવ્યુ છે કે, ફરિયાદીએ પોતાના પત્ની જલ્પાબેનના ફોનમાં ફેસબુક આઇડી દલસાણીયા જલ્પાબેનમાં આવેલી રીલને જોઈને સગુન ફેશન સુરત ડ્રેસ અને સાડીમાં સસ્તા ભાવે માલ મળશે જેથી ઓર્ડરનાવ ઉપર ક્લિક કરતા ફરિયાદીના પત્નીના વ્હોટ્સએપ નંબર ઉપર સાડી અને ડ્રેસના ફોટો મોકલી આરોપીએ મોકલવ્ય હતા અને સગુન ફેશન સુરતના નામે ફરિયાદી સાથે ડ્રેસ ખરીદી બાબતે વાતચીત થઈ હતી અને ત્યાર બાદ ફરિયાદી ત્રણ ડ્રેસનો ઓર્ડર બુક કર્યો હતો અને ડ્રેસની ડીલેવરી નહીં આપી ખોટું બોલી ફરિયાદી તથા સાહેદના ખાતામાંથી અલગ અલગ બહાને આપીને યુપીઆઈ, ગુગલ પે, નેટબેન્કિંગ અને આઈએમપીએસ મારફતે 4,00,543 ની છેતરપિંડી કરવામાં આવેલ છે અને મંગાવેલ ડ્રેસની ડીલેવરી આપવામાં આવી નથી જેથી આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે