મોરબીમાં રહેતા યુવાને ઓનલાઈન રિલ જોઈને મંગાવેલા ડ્રેસની ડીલેવરી ન આપીને 4,00,543 રૂપિયાની છેતરપિંડી
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં યુવાનનું મોત
SHARE
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં યુવાનનું મોત
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ લેટેસ્ટ બિઝનેસ સેન્ટર સામેથી યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેને હડફેટે લેતા યુવાનને જમણા હાથ અને પગમાં ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મૂળ રાજસ્થાનના રહેવાસી રણમલભાઈ પાલારામભાઈ પવાર (30) નામના યુવાને ટ્રક નંબર જીજે 36 ટી 8099 ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ લેટેસ્ટ બિઝનેસ સેન્ટર સામેથી આરોપી તેનો ટ્રક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ફરિયાદીના ભાઈ કનૈયાભાઈ પાલારામભાઈ પવાર (32) રોડ ક્રોસ કરતા હતા જેને ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનને જમણા હાથ તથા જમણા પગમાં ગંભીર ઇજા થઈ હતી અને તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
શોભેશ્વર રોડ ઉપરથી બાઈકની ચોરી કરનાર પકડાયો
મોરબીમાં આવેલ વૃંદાવન પાર્ક મયુરનગર સોસાયટી પાસે રહેતા રાજદીપસિંહ બલભદ્રસિંહ ઝાલા (26)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોહિલભાઈ સતારભાઈ દલ (29) રહે. કલ્યાણપર તાલુકો ટંકારા વાળા સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ શેર એ પંજાબ હોટલની સામે તેઓએ પોતાનું બાઈક નંબર જીજે 5 એલઝેડ 0005 જેની કિંમત 30 હજાર રૂપિયા છે તેની આરોપી દ્વારા ચોરી કરવામાં આવેલ હતી અને પોલીસે ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે