મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપર રોડની સાઈડમાં ઉભેલા યુવાનને ક્રેન ચાલકે હડફેટે લેતાં યુવાનનું કમકમાટીભર્યુ મોત


SHARE







મોરબીના જેતપર રોડ ઉપર રોડની સાઈડમાં ઉભેલા યુવાનને ક્રેન ચાલકે હડફેટે લેતાં યુવાનનું કમકમાટીભર્યુ મોત

મોરબીના સામાકાંઠે આવેલ જેતપર રોડ ઉપર રોડની સાઇડમાં બાઇક પાસે ઉભેલા ૧૭ વર્ષીય પરપ્રાંતીય મજૂર યુવાનને ક્રેનના ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ થવાથી યુવાનનું કમકમાટીભર્યુ મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ જેતપર રોડ ઉપર સનફેમ સિરામિક નજીક મોટરસાયકલ નંબર જીજે ૧ ડીએમ ૩૦૬૬ ને રોડની કિનારી પાસે પાર્ક કરીને બાઇકની પાસે ઉભેલા શિવકુમાર કામતાભાઈ પ્રજાપતિ જાતે કુંભાર (ઉમર ૧૭) હાલ રહે. જીવાપર (ચકમપર) ની સીમમાં આવેલ લેકટોસ સિરામિકની લેબર કોલોનીમાં મૂળ રહે.ઔતા રાઠ તા.રાઠ જી.હમીરપુર ઉત્તરપ્રદેશ વાળાને અજાણ્યા પીળા કલરના ક્રેનના ચાલકે હડફેટે લીધો હતો અને ગંભીર ઇજાઓ થવાથી ઘટના સ્થળે જ શિવકુમાર કામતાભાઇ પ્રજાપતિનું મોત નીપજ્યું હતુ.ગઈકાલે તા.૨૮-૧ ના સાંજે પાંચેક વાગ્યે ઉપરોક્ત વાહન અકસ્માતનો બનાવ જેતપર રોડ ઉપર બન્યો હતો કે જ્યાં શિવકુમાર પ્રજાપતિ રોડ સાઈડમાં બાઇક પાસે ઉભો હતો ત્યારે અજાણ્યા પીળા કલરના ક્રેનના ચાલકે તેને હડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને શિવકુમારનું ઘટનાસ્થળે મોત થતા મૃતદેહને પીએમ કરવા માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.હાલ બનાવ સંદર્ભે અરવિંદ ઠાકુરદાસ પ્રજાપતિ કુંભાર (૨૧) રહે.જીવાપર (ચકમપર) મોરબી મૂળ રહે.રાઠ અમરોલીયા વિસ્તાર તા.રાઠ જી.હમીરપુર ઉત્તરપ્રદેશ વાળાએ અજાણ્યા પીળા કલરના ક્રેનના ચાલક વિરૂદ્ધ તાલુકા પોલીસ મથક ખાતે ગુનો નોંધાવતાં હાલમાં તાલુકા પીએસઆઇ વી.કે.કોઠીયા દ્વારા અકસ્માત સર્જીને ભાગી છુટેલા અજાણ્યા ક્રેન ચાલકને શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે.

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરામાં રહેતા લાભુબેન દીપકભાઈ સાગઠીયા નામની ૫૦ વર્ષીય મહિલાને ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા તે રીતે ત્યાં જ રોહીદાસપરામાં રહેતા નિતીન જેઠાભાઇ સાગઠીયા નામના ૪૨ વર્ષીય યુવાનને પણ રહેણાક વિસ્તાર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.જ્યારે મોરબી તાલુકાના મકનસર ગામે પતિ દ્વારા માર મારવામાં આવતા મુઢ ઇજાઓ થવાથી નીતાબેન મનસુખભાઈ મકવાણા નામની ૩૯ વર્ષીય મહિલાને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.આ ત્રણેય બનાવોની નોંધ કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News