મોરબીના વૃદ્ધની કિંમતી જમીન પચાવી પાડવા કૌભાંડ આરોપી જય દેત્રોજાની ધરપકડ, બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના સિરામિક ઉદ્યોગોને પરવડે તેવા ભાવે ગેસ સપ્લાય કરવા ગુજરાત ગેસ કંપની સહમત: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના સરતાનપર રોડ ઉપર ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબીના મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ મોરબી મહાપાલિકાની ચુંટણીમાં 3 વોર્ડમાં ત્રિપાંખીયો જંગ: 5 વોર્ડમાં 2-2 બેલેટ યુનિટ મુકાશે, મતદાનોએ સાવધાન રહેવું જરૂરી મોરબી તાલુકા પંચાયતની એક-વાંકાનેર પાલિકાની એક બેઠક ઉપર ભાજપ અને વાંકાનેર પાલિકાની 4 બેઠક ઉપર કોંગ્રેસનાં ઉમેદવારો બિનહરીફ મોરબીના શનાળા રોડે લેન્ડમાર્ક શોપિંગ સેન્ટરની ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમતા 5 પકડાયા: આઈડી આપનારની શોધખોળ મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ હળવદમાંથી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના આમરણ-પીપળીયા વચ્ચે કન્ટેનર પલ્ટી મારી જતા ચાલકનું મોત


SHARE













મોરબીના આમરણ-પીપળીયા વચ્ચે કન્ટેનર પલ્ટી મારી જતા ચાલકનું મોત

મોરબી તાલુકાના આમરણ અને પીપળીયા ચોકડી વચ્ચેના રસ્તે ગત રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવવા કન્ટેનર ચાલક દ્વારા બેફિકરાઈથી વાહન હંકારવામાં આવતા વાહન રોડની સાઈડમાં નીચે ઉતરીને પલટી મારી ગયું હતું જેથી કન્ટેનર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના આમરણ નજીક પીપળીયા ચોકડી જતા રસ્તે ગત રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટાટા સિગ્મા કન્ટેનર નંબર જીજે ૧૨ બીએક્સ ૧૬૮૮ ના ચાલક અવિનાશ સુરેશભાઈ પાસવાન (૫૪) દ્વારા બેફિકરાઈ પૂર્વક પોતાનું વાહન ઓવર સ્પીડમાં હંકારવામાં આવતાં આમરણ પીપળીયા વચ્ચે કન્ટેનર રોડ નીચે ઉતરીને પલટી મારી ગયું હતું જેથી કન્ટેનર નીચે દબાઈ જવાથી ગંભીર ઇજાઓ થતાં ચાલક અવિનાશભાઈ સુરેશભાઈ પાસવાન (૫૪) રહે. મુન્દ્રા કચ્છ વાળાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના ઇશ્વરભાઇ કલોતરાએ તપાસ હાથ ધરી હતી બાદમાં બનાવ સંદર્ભે શૈલેન્દ્રકુમાર રામતારી બિંદ ચૌહાણ (૨૫) રહે. મુન્દ્રા થરૂકીની ચાલી ભુજ કચ્છ વાળા મૂળ બિહાર વાળાએ કન્ટેનર નંબર જીજે ૧૨ બીએક્સ ૧૬૮૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું હતું કે બેદરકારી પૂર્વક મૃતકે પોતાનું વાહન ચલાવ્યું હતું અને રોડની સાઈડમાં વાહન ઉતારી દીધું હતું જેથી તેનું મોત નીપજયું છે હાલ મૃતક સામે ફરિયાદ નોંધાતા પી.એસ.આઇ. આઈ.એમ. અજમેરીએ આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના લાલપર ગામે રહેતા ધનજીભાઈ કરસનભાઈ સાવલિયા નામનો ૪૦ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે સિરામિક સિટી જવાના રસ્તે મેલડી માતાના મંદિર નજીક અજાણ્યા વાહનચાલકે તેના બાઈકને અડફેટે લેતા ઇજાગ્રસ્ત ધનજીભાઈને સારવાર માટે અહીં સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો જ્યારે મોરબીના મોટા દહીસરા ગામે રહેતા કેશુભાઈ અવચરભાઈ થરેશા નામનો ૪૦ વર્ષીય યુવાન ધનાળાથી પરત મોરબી તરફ આવતો હતો ત્યારે ગઈકાલે સાંજે પાંચ વાગ્યાના અરસામાં ઘુટુ ગામ પાસેની કેનાલ નજીક તેના બાઇકને આર્ટિગા કાર ચાલકે અડફેટે લેતાં કેશુભાઈ થરેશાને ઇજાઓ થઇ હોય તેને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.






Latest News