મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈના નિવાસ સ્થાને દરજી જ્ઞાતિના ઘડિયા લગ્ન યોજાયા
મોરબી આમ આદમી પાર્ટી દ્વારા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ
SHARE
મોરબી આમ આદમી પાર્ટી દ્વારા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ
ભારત દેશને જે મહાપુરુષએ આઝાદી અપાવી તેવી મહાન વિભૂતિ અને આઝાદી માટે જેમને પોતાનું બલિદાન આપેલ છે તે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિએ આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા તેમજ મોરબી જિલ્લાના તમામ તાલુકા મથકે બાપુની પ્રતિમાને ફુલહાર કરી મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી આ તકે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, મહામંત્રી જસવંતભાઈ કાગથરા, છગનભાઇ કાનાણી, મંત્રી ચેતન લોરીયા, રવિભાઈ રાજપરા, તેમજ મોરબી જિલ્લા તેમજ તાલુકા ટીમમાંથી પંકજ આદ્રોજા, પ્રદીપ ભોજાણી, દિવ્યેશભાઈ મગુનિયા, દેવશીભાઈ ચૌહાણ, ભવદીપસિંહ ઝાલા તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઑ હાજર રહ્યા હતા