મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈના નિવાસ સ્થાને દરજી જ્ઞાતિના ઘડિયા લગ્ન યોજાયા
SHARE
મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈના નિવાસ સ્થાને દરજી જ્ઞાતિના ઘડિયા લગ્ન યોજાયા
સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગે ખોટા ખર્ચ બંધ કરી સાદગી પૂર્વક ઘડિયા લગ્નપ્રસંગ યોજવા સંદેશ આપનાર મોરબી પાટીદાર સમાજની પહેલ રંગ લાવી રહી છે જે અંતર્ગત મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આ પ્રવૃત્તિને વેગ આપવા ઉત્સાહપ્રેરક જાહેરાત કરી હતી અને ઉમા ટાઉનશીપ મુકામે આવેલા તેમના નિવાસસ્થાને જે કોઈ સમાજ ઘડિયા લગ્નનું આયોજન કરશે તેઓને આ જગ્યા ઉપરાંત તેમના તરફથી ભોજન સમારંભનો સંપૂર્ણ ખર્ચ આપવામાં આવશે.દરમ્યાન દરજી જ્ઞાતિ દ્વારા ઘડિયા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી તેમજ પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડીયા, માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ સિરામિક ઉદ્યોગપતિ વેલજીભાઈ ઉઘરેજા (બોસ સીરામીક) તથા દરજી સમાજના પ્રમુખ સહિતના હાજર રહ્યા હતા અને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.