વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે સૂર્યનમસ્કાર દિવસ ઉજવાશે


SHARE







મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે સૂર્યનમસ્કાર દિવસ ઉજવાશે

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ક્રીડા ભારતી અને સાર્થક વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે તા ૭ ના રોજ સૂર્યનમસ્કાર દિવસ ઉજવાશે અને ક્રીડા ભારતી દ્વારા સ્વતંત્રતાની રાષ્ટ્ર વંદના માટે ૭૫ કરોડ સૂર્યનમસ્કારનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલ સમગ્ર દેશમાં આ ભવ્ય આયોજન થઈ રહ્યું છે.

આ અંતર્ગત મોરબીની સાર્થક શાળામાં તા.૭ ને સોમવારના  દિવસે  સૂર્યનમસ્કાર દિવસ ઉજવવામાં આવશે તેમજ સામુહિક સૂર્ય નમસ્કાર કરવામાં આવશે વધુમાં શરીર માટે સર્વાંગીપણે ઉપયોગી સૂર્યનસ્કાર અંગે માહિતી પણ આપવામાં આવશે. અને આ કાર્યક્રમમાં ધો. ૬ થી ૯ સુધીના વિદ્યાર્થી પ્રત્યક્ષ ભાગ લેનાર છે તે તમામ વિદ્યાર્થીઓને ક્રીડા ભારતી અને સાર્થક વિદ્યામંદિર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે. આ તકે ક્રીડા ભારતી મોરબીની ટિમ અને કેટલાક આગેવાનો હાજર રહેશે અને શાળાના સંચાલક કિશોરભાઈએ શાળાના અન્ય સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘેર બેઠા સૂર્યનમસ્કાર કરવાં માટે આહવાન કર્યું છે.




Latest News