મોરબીના અપહરણના ગુન્હાના આરોપી તથા ભોગ બનનારને જામનગર પોલીસે શોધી કાઢ્યા
મોરબીની આંગડિયા પેઢી સાથે ૪૩.૨૦ લાખની છેતરપિંડી કરનારા તેના જ કર્મચારીની ધરપકડ
SHARE
મોરબીની આંગડિયા પેઢી સાથે ૪૩.૨૦ લાખની છેતરપિંડી કરનારા તેના જ કર્મચારીની ધરપકડ
મોરબીના સરદાર ભવનરોડ ઉપર આવેલ બાલાજી ચેમ્બરની અંદર આવેલી રમેશકુમાર પ્રવિણકુમાર એન્ડ કંપની નામની આંગડિયા પેઢીના કર્મચારી દ્વારા કંપનીમાંથી ૪૩.૨૦ લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવેલ હતી જેથી છેતરપિંડીના આ બનાવમાં કંપનીના માલિક દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તેના કર્મચારી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ રાજસ્થાનના ઉડ ગામના રહેવાસી અને હાલમાં વડોદરાની વાઘોડિયા રોડ પર આવેલ પ્રમુખ સોસાયટીમાં રહેતા મગનભાઈ ઉકાજી પ્રજાપતિ (૫૦) દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓની આંગડિયા પેઢીમાંથી ૪૩.૨૦ લાખ રૂપિયાની ઉચાપત થઇ હોવા અંગેની ફરિયાદ નોંધવવામાં આવી હતી અને ફરિયાદીએ જણાવ્યુ હતું કે, તેની ભાગીદારી પેઢી વાળી રમેશકુમાર પ્રવીણકુમાર એન્ડ કંપની નામની આંગડીયા પેઢીની મોરબીના સરદાર ભવનરોડ પર આવેલ બાલાજી ચેમ્બરમં બ્રાન્ચ કાર્યરત છે જેમાં કર્મચારી તરીકે જીતેન્દ્રકુમાર કનાજીલાલ પ્રજાપતિ રહે, ઉડ, રાજસ્થાન વાળાને રાખવામાં આવ્યો હતો અને તેના ઉપર વિશ્વાસ રાખીને તેને પેઢીનો સંપૂર્ણ વહીવટ સાંભળવા માટે આપ્યો હતો જોકે ફરિયાદીની ભાગીદારી પેઢીમાંથી સમયાંતરે ૪૩,૨૦,૫૧૦ જેટલી રકમની તેને ઉચાપત કરેલ હતી જેથી મગનભાઇએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તેના જ કર્મચારી સામે ફરિયાદ નોંધાવી હતી
જેના આધારે પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીના આ ગુનામાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન્મા ફરજ બજાવતા રામભાઇ મંઢ તથા ચકુભાઇ કરોતરાને મળેલ હકિકત આધારે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી જીતેન્દ્રકુમાર કનૈયાલાલ પ્રજાપતી (ઉ.૨૭) રહે. ઉડ ગામ કુંભારવાસ (રાજસ્થાન) વાળાની તે મોરબી આવેલ હોય સરદાર રોડ ધરતીટાવર પાસેથી ધરપકડ કરેલ છે આ કામગીરીમાં પીઆઇ જે.એમ.આલ, પીએસઆઈ આર.પી.રાણા, રામભાઇ મંઢ, કિશોરભાઇ મિયાત્રા, સંજયભાઇ બાલાસરા, ચકુભાઇ કરોતરા, આશીફભાઇ રાઉમા, અરજણભાઇ ગરીયા, હસમુખભાઇ પરમાર, શકિતસિંહ પરમાર તથા તેજાભાઇ ગરચરએ કરેલ છે