વાંકાનેર નજીક કારખાનામાં ઓરડી પાસે આવેલ વેસ્ટ પાણીની કુંડીમાં ડૂબી જવાથી પાંચ વર્ષના બાળકનું મોત
વાંકાનેરના અમરસર પાસે અજાણી કારના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા
SHARE
વાંકાનેરના અમરસર પાસે અજાણી કારના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા
વાંકાનેર રાજકોટ રોડ ઉપર આવેલ અમરસર ગામની સીમ પાસે અજાણી કારના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને એક યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નિપજયું છે અને અન્ય એક યુવાનને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ હાલમાં ભોગ બનેલા યુવાને કાર ચાલકની સામે વાકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને અજાણી કારના ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર રાજકોટ હાઇવે ઉપર આવેલા અમરસર ગામની સીમમાં દૂધની ડેરી પાસેથી ડબલ સવારી બાઈક પસાર થતું ત્યારે અજાણી કારના ચાલકે તે બાઇકને અડફેટે લીધૂ હતું જેથી બાઇક ઉપર જઇ રહેલા સોનુભાઈ કુકાભાઈ આધરોજીયા (ઉંમર ૨૭) રહે. મહેન્દ્રનગર ગામ મફતીયાપરા વાળો તેમજ લાખાભાઈ મનજીભાઈ કુંઢીયા (ઉંમર ૨૩) રહે પાડધરા તાલુકો વાંકાનેર વાળા બાઇક ઉપરથી નીચે પટકાયા હતા અને ત્યારે લાખાભાઈને શરીરે નાનીમોટી ઈજાઓ થઈ હતી જોકે, સોનુભાઈને માથાના ભાગે અને છાતીના ભાગે ગંભીર ઇજા થઇ હોવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અને આ અકસ્માત સર્જીને કાર ચાલક પોતાનું વાહન લઇને ત્યાંથી નાશી ગયો હતો જેથી કરીને હાલમાં સારવાર લીધા બાદ લાખાભાઇ મનજીભાઈ કુંઢીયાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા કારચાલકે સામે અકસ્માતની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને અજાણી કારના ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.