મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં ઓરડી પાસે આવેલ વેસ્ટ પાણીની કુંડીમાં ડૂબી જવાથી પાંચ વર્ષના બાળકનું મોત


SHARE













વાંકાનેર નજીક કારખાનામાં ઓરડી પાસે આવેલ વેસ્ટ પાણીની કુંડીમાં ડૂબી જવાથી પાંચ વર્ષના બાળકનું મોત

વાંકાનેર તાલુકાની હદમાં રાતાવિરડા ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા યુવાનનો પાંચ વર્ષનો દીકરો રમતા રમતા ઓરડીની બાજુમાં આવેલ વેસ્ટ પાણીની કુંડીમાં પડી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ બાળકના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની જાણ વાંકાનેર તરલુકા પોલીસને કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાની હદમાં આવતા રાતાવીરા રોડ ઉપર સ્પીનોરા સિરામિક નામનું કારખાનું આવેલું છે ત્યાં રહેતા અને મજૂરી કામ કરતા બાપુ જૈના જાતે ઠાકોરનો પાંચ વર્ષનો દીકરો સાહિલ જૈના તેઓની ઓરડીની બાજુના ભાગમાં રમતો હતો ત્યારે રમતા રમતા વેસ્ટ પાણીની કુંડી તે પડી ગયો હતો અને પાણીમાં ડૂબી જવાના કારણે સાહિલ જૈનનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઇને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ બાબતે જવાબદારો સામે ગુના નોધાય તો જ આવા ગોજરા બનાવો બનતા અટકસે.




Latest News