વાંકાનેરના અમરસર પાસે અજાણી કારના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા
મહારાષ્ટ્રથી દાદાને કચ્છ મૂકવા જતાં પરિવારને હળવદ પાસે નડ્યો અકસ્માત, બે મહિલા સહિત ત્રણનાં મોત, બે ને ઇજા
SHARE
મહારાષ્ટ્રથી દાદાને કચ્છ મૂકવા જતાં પરિવારને હળવદ પાસે નડ્યો અકસ્માત, બે મહિલા સહિત ત્રણનાં મોત, બે ને ઇજા
મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં આવેલા નવા ધનાળા ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કાર રોડ સાઈડથી નીચે ઉતરી જતા કારમાં સવાર પાંચ વ્યક્તિઓ પૈકી કચ્છની બે મહિલા સહિત કુલ ત્રણ લોકોના મોત નિપજયા છે અને બે વ્યક્તિને ઇજા થતાં તેને સારવાર માટે હળવદ ખસેડવામાં આવેલ છે અને મહારાષ્ટ્રથી દાદાને કચ્છના દેશલપર ગામે મૂકવા જતાં પરિવારને અકસ્માત નડ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવેલ છે
મોરબી જિલ્લામાં વાહન અકસ્માતોએ માઝા મૂકી હોય તેવો ઘાટ જોવા મળે છે અને દરરોજ કોઈને કોઈ રોડ ઉપર અકસ્માતમાં જીવનદીપ બુજાય છે તે રીતે જ તા.૯-૨ ના સવારે સાતેક વાગ્યાના અરસામાં મોરબીના હળવદ તાલુકાના નવા ધનાળા ગામે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં મહારાષ્ટ્ર પાર્સિંગની ટોયોટા ફોર્ચ્યુનર કાર નંબર એમએચ ૪ એફપી ૫૦૫૧ રોડ ઉપરથી નીચે ઉતરી જતા કારમાં બેઠેલા કુલ પાંચ લોકો પૈકી બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા હોવાનું અને બે લોકો ઘાયલ હોય તેઓને સારવાર માટે લઈ જવાયા હોવાનું જાણવા મળેલ છે.
વધુમાં હળવદના પીઆઇ મથુકિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતુ કે, મૂળ કચ્છના રાપર તાલુકાના દેસલપર ગામના વતની લોકો મહારાષ્ટ્રથી કચ્છ જતાં હતા ત્યારે અકસ્માતનો બનાવ સર્જાયો છે અને જેમાં સમુબેન વસ્તાભાઇ પટેલ, રમેશભાઈ વસ્તાભાઇ પટેલ અને મોંઘીબેન માનાભાઈ પટેલના મોત નિપજ્યાં છે અને રૂત્વીક માનાભાઈ પટેલ અને વસ્તાભાઇ નારણભાઇ પટેલને ગંભીર ઇજા થયેલ છે જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે
વધુમાં મળતી માહિતી મુજબ વસ્તાભાઇ નારણભાઇ પટેલને તેનો દીકરો રમેશભાઈ વસ્તાભાઇ પટેલ સહિતના પરિવાર જાણો કચ્છના દેસલપર ગામ મૂકવા માટે જતાં હતા ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં ધનાળા પાસે સર્જાયેલા અકસ્માતમાં બે મહિલા સહિત ત્રણનાં મોત નિપજ્યાં છે અને જે વૃધ્ધને ઘરે મૂકવા માટે જતાં હતા તે વૃધ્ધ અને એક યુવાનને ઇજા થતાં તેને સારવારમાં ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની હળવદ પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે