મોરબીના રફાળેશ્વર નજીક અજાણી કારના ચાલકે બાઇકને હડફેટે લેતા પાનેલી ગામના યુવાનનું મોત
SHARE
મોરબીના રફાળેશ્વર નજીક અજાણી કારના ચાલકે બાઇકને હડફેટે લેતા પાનેલી ગામના યુવાનનું મોત
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસેથી પાનેલી ગામ તરફ જવાના રસ્તા ઉપર જય રહેલા બાઈક ચાલકને કાર ચાલકે પાછળથી હડફેટે લીધી હતો અને કાર ચાલક અકસ્માત કરીને ત્યાંથી નાશી ગયો હતો જો કે, બાઈક ચાલક યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણી કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના પાનેલી ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા શીવાભાઈ ડાયાભાઈ ખાણધર જાતે સથવારા (ઉંમર ૬૭) એ કાર ચાલક સામે અકસ્માતની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓનો દીકરો કરણભાઈ શીવાભાઈ ખાણધર (ઉંમર ૩૬) પોતાનું બાઇક નંબર જીજે ૩ સીએફ ૨૨૩૫ લઈને રફાળેશ્વર ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસે સર્વિસ રોડ ઉપર આવેલ કટ પાસેથી પાનેલી તરફ જવાના રસ્તે જઈ રહ્યો હતો ત્યારે વાંકાનેરથી મોરબી તરફ આવી રહેલ અજાણી કારના ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત સર્જીને કાર ચાલક પોતાની કાર લઇને ઘટના સ્થળેથી નાસી ગયેલ હતો જો કે, કરણભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલમાં અકસ્માતના આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણી કારના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.