મોરબીની પી.જી.પટેલ કોલેજની વિદ્યાર્થીનીઓ લોકનૃત્યની જીલ્લા કક્ષાના કલા મહાકુંભની સ્પર્ધામાં વિજેતા
માળીયા મિયાણામાં નવા રેલ્વે સ્ટેશન પાસેથી તમંચા સાથે એક શખ્સની ધરપકડ
SHARE









માળીયા મિયાણામાં નવા રેલ્વે સ્ટેશન પાસેથી તમંચા સાથે એક શખ્સની ધરપકડ
માળીયા મિયાણામાં નવા રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી સિંગલ બેરલ હાથ બનાવટના દેશી તમંચા સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૫૦૦૦ નું હથિયાર કબજે કરીને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા પોલીસે બાતમીને આધારે નવા રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી તાજમહમદ ઉર્ફે તાજુ કરીમભાઇ સંધવાણી (૩૫) રહે. વાડા વિસ્તાર માળીયા વાળાને સીંગલ બેરલ હાથ બનાવટના દેશી તમંચા સાથે ઝડપી લીધો હતો અને તેની પાસેથી ૫૦૦૦ ની કિંમતના હથિયારને કબજે કરીને આર્મ્સ એકટ હેઠળ તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી પીએસઆઈ એન.એચ.ચુડાસમાની સૂચના મુજબ ક્રિપાલસિંહ વનરાજસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા, સંજયભાઇ દીલીપભાઇ રાઠોડ તથા મહેન્દ્રસિંહ ચુડાસમાએ કરેલ છે
