માળીયા મિયાણામાં નવા રેલ્વે સ્ટેશન પાસેથી તમંચા સાથે એક શખ્સની ધરપકડ
મોરબી શહેર-તાલુકાની પુરવઠા કચેરી અલગ કરવા માટે પાંચ દિવસ કામ બંધ રહેશે
SHARE









મોરબી શહેર-તાલુકાની પુરવઠા કચેરી અલગ કરવા માટે પાંચ દિવસ કામ બંધ રહેશે
મોરબી શહેર અને તાલુકાની પુરવઠા કચેરી અલગ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો તો પણ કામગીરી કરવામાં આવતી ન હતી જેથી કરીને આ મુદે રજૂઆત કરવામાં આવી હતી જેથી કરીને આ શાખાની કામગીરીનું વિભાજન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી કરીને તા.૧૦ થી પાંચ દિવસ સુધી તમામ કામગીરી બંધ રહેશે.તા.૧૦-૨-૨૨ થી તા.૧૫-૨-૨૨ સુધી ટેકનીકલ કારણોસર રેશનકાર્ડને લગતી તમામ કામગીરી બંધ રાખવામાં આવેલ છે
મોરબીમાં રહેતા જાગૃત યુવાન મેહુલભાઈ ગાંભવાએ થોડા દિવસો પહેલા જિલ્લા પુરવઠા અધિકારીને લેખિત રજૂઆત કરી હતી અને સરકાર દ્વારા ૨૧ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ મોરબી સિટી અને તાલુકા વિસ્તારોમાં રેશનિંગની દુકાનો આવેલ છે તેને અલગ કરવા માટેનો હુકમ કર્યો છે તો પણ તે હુકમની અમલવારી કરવામાં આવી ન હતી જેથી ગ્રાહકોને હેરન થતાં હતા દરમ્યાન મોરબી તાલુકામાં કુલ ૧૦૨ અને શહેરની ૩૭ દુકાનોનું કામ અલગ કરવાનું કામ શરૂ કરવામાં આવે છે અને આ કામગીરી માટે તા ૧૦ થી ૧૫ સુધી ચાલશે જેથી કરીને ત્યાં સુધી રેશનકાર્ડને લગતી તમામ કામગીરી બંધ રહેશે અને આ કામ થઈ ગયા પછી લોકોના કામ ઝડપથી થશે તેવું અધિકારીએ જણાવ્યુ છે
