વાંકાનેર પાસે રામધામની ભૂમિ પર કાલથી યોજાનાર ત્રિદિવસીય શ્રીરામ મહાયજ્ઞની તૈયારીઓને આખરીઓપ
મોરબીની પી.જી.પટેલ કોલેજની વિદ્યાર્થીનીઓ લોકનૃત્યની જીલ્લા કક્ષાના કલા મહાકુંભની સ્પર્ધામાં વિજેતા
SHARE









મોરબીની પી.જી.પટેલ કોલેજની વિદ્યાર્થીનીઓ લોકનૃત્યની જીલ્લા કક્ષાના કલા મહાકુંભની સ્પર્ધામાં વિજેતા
મોરબી જીલ્લા કક્ષાના કલા મહાકુંભ ૨૦૨૧-૨૨નું જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા વાંકાનેર (ચંદ્રપુર) ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીની પી.જી.પટેલ કોલેજની વિદ્યાર્થીનીઓએ લોકનૃત્યમાં ભાગ લીધો હતો અને જીલ્લા કક્ષાના કલા મહાકુંભ ૨૦૨૧-૨૨માં પી.જી.પટેલ કોલેજની વિધાર્થીનીઓ ઘોડાસરા સપના, રાચ્છ સિધ્ધી, ચાવડા ખુશાલી, જોબનપુત્રા કૃપાલી, વૈષ્ણવ બંસી, જાની કિંજલ, ફેફર સંજ્ઞા, જાડેજા તેજસ્વીનીબા, વ્યાસ કશિશ, ડાભી જલ્પા, મહેશ્વરી રિયા, વ્યાસ મહેક દ્વારા લોકનૃત્યની ક્રુતિ રજૂઆત કરવામાં આવી હતી જેથી તેનો જીલ્લામાં પ્રથમ નંબર આવેલ છે આ સ્પર્ધા માટે તૈયારી અને સંકલન કોલેજના પ્રાધ્યાપક હિતેન્દ્રભાઈ જાડેજાએ કરવામાં આવી હતી. અને આ સફળતા માટે કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તેમજ સ્ટાફે તમામ વિધાર્થીનીઓને અભિનંદન પાઠવ્યુ છે
