હળવદના નવા ધનાળા પાસે સર્જાયેલ અકસ્માતના બનાવમાં વૃદ્ધે ભત્રીજા સામે નોંધાવી ફરિયાદ
Morbi Today
મોરબીમાં અજાણ્યા યુવક સાથે ઉભેલ યુવતીને પિતાએ ઠપકો દેતા ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમ્યાન મોત
SHARE









મોરબીમાં અજાણ્યા યુવક સાથે ઉભેલ યુવતીને પિતાએ ઠપકો દેતા ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમ્યાન મોત
મોરબી તાલુકાના ગુંગણ ગામે ચારેક દિવસ પહેલા ઝેરી દવા પી ગયેલી યુવતીને ઝેરી અસર થતા તેમજ ઉલ્ટી બાદ શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેણીને મોરબીની હોસ્પિટલે અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી જયાં યુવતીનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકાના ગુંગણ ગામે રહીને ખેત મજુરીનું કામ કરતા મૂળ દહીંસરાના રહેવાસી પરિવારની આરતીબેન દિનેશભાઈ ઘોઘાભાઈ સાંતોલા નામની ૧૬ વર્ષીય કોળી યુવતી ગત તા.૫ ને શનિવારના રોજ ઝેરી દવા પી ગઈ હતી જેથી તેણીને શ્વાસ લેવામાં તકલીફ પડતા અને ઊલટીઓ થતા ગઇકાલે તા.૯ ના રોજ સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે લાવવામાં આવી હતી ત્યાં તેને બેભાન હાલતમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી.જયાં ગઇકાલે તા.૯ ના મોડી સાંજે આઠેક વાગ્યે ટુંકી સારવાર બાદ આરતીબેન દિનેશભાઇ સાંતોલા (૧૬) નું મોત નિપજયુ હતુ.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતીએ નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન ખૂલ્યું હતું કે મૃતક આરતીબેન એકાદ અઠવાડિયા પહેલા કોઈ અજાણ્યા છોકરા સાથે ઉભેલા હોય તે બાબતે તેના પિતા દિનેશભાઈએ તેણીને સામાન્ય ઠપકો આપ્યો હતો તે બાબતનું મનોમન લાગી આવતા આરતીબેને ગત તા.૫-૨ ના રોજ ઝેરી દવા પી લીધી હતી અને ચાર દિવસ બાદ તા.૯-૨ ના રોજ ઉલ્ટી અને શ્વાસ લેવામાં તકલીફ થતાં મોરબીની આયુષ હોસ્પીટલે લઈ જવામાં આવી હતી અને બાદમાં રાજકોટ ખસેડાઇ હતી ત્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા હેતુબેન જગદિશભાઈ સલાટ (૪૦) અને જલુબેન મેરૂભાઈ સલાટ (૩૫) નામની બે મહિલાઓને ઘરની પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થઇ હોય બંનેને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યા હતા હાલ પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે હેતુબેનને તેના દિયરની સાથે કોઇ સગપણ બાબતે બોલાચાલી થતા તેમના દિયરે પુરઝડપે બાઈક ચલાવતા બંનેના પગ ઉપરથી બાઇક ફરી વળતા ઈજાઓ પહોંચી હતી.જ્યારે મોરબીના લીલાપર રોડ ઉપર જેલ ચોકથી આગળ સ્મશાન નજીક રહેતા પ્રિન્સ બસીરભાઇ મહાવીર નામના પાંચ વર્ષીય બાળકને અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત પ્રિન્સ નામના બાળકને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
