મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાનને બે શખ્સોએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી
મોરબીના વીસીપરા વિસ્તારમાં સૌચાલય પાસે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા
SHARE
મોરબીના વીસીપરા વિસ્તારમાં સ્મશાન રોડ ઉપર આવેલ શૌચાલય પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને બી ડિવિઝન પોલીસે ત્યાંથી ચાર શખ્સોને જુગાર રમતા ઝડપી લીઝા હતા અને તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારમાં સ્મશાન રોડ પર આવેલ જાહેર સોચાલય પાસે જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ભારત ઉર્ફે ભૂરો જગદીશભાઈ વરાણીયા, રાહુલ ઉર્ફે લાલો પોપટભાઈ કોળી, હરિસિંહ બલુભા ઝાલા અને અલ્પેશ ધીરુભાઈ વરાણીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી 890 રૂપિયા ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
ગુમ થયેલ યુવતી મળી આવી
માળીયા તાલુકાના મોટા ભેલા ગામે રહેતા વિક્રમભાઈ ભગવાનજીભાઈ ચાવડા જાતે રજપૂત ઉંમર 27 એ તેની બહેન જાનકીબેન ભગવાનજીભાઈ ચાવડા ઉંમર 21 મોરબીના બસ સ્ટેન્ડમાંથી ગુમ થઈ હોવા અંગેની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી હતી જેથી કરીને પોલીસ ગુમસુધા નોંધ કરીને જાનકીબેન ને શોધવા માટે કરવામાં આવતી હતી દરમિયાન હાલમાં યુવતી લગ્ન કરીને મળી આવેલ છે