વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના વરડુસર ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો


SHARE







વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાંથી પસાર થતા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દેશી બનાવટની એક જામગરી બંદુક મળી આવી હતી જેથી કરીને પોલીસે હથિયાર કબજે કરીને તેની સામે આર્મસ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના વરડુસર ગામની પાનીયાવાડી વિસ્તાર સીમમાં માટીની ખાણ પાસેથી એક શખ્સ પસાર થતો હતો તેને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દેશી બનાવટની જામનગરી એક બંદૂક મળી આવી હતી જેથી કરીને 1500 રૂપિયાની કિંમતનો હથિયાર કબજે કરીને પોલીસે ચતુરભાઈ લધુભાઈ વિંજવાડિયા જાતે કોળી ઉંમર 40 રહે વરડુસર વાળા ની ધરપકડ કરેલ છે અને તેની સામે વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે




Latest News