મોરબીમાં ચુંટણીકાર્ડમાં છબરડો: આખા પરિવારના ચુંટણીકાર્ડમાં અજાણી વ્યક્તિનો ફોટા !
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાનને બે શખ્સોએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી
SHARE
મોરબી શહેરના વિસીપરા વિસ્તારની અંદર રહેતા યુવાનને બે શખ્સોએ માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાનો દ્વારા હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર આવેલ ગુલાબનગરમાં રહેતા સાગર ચતુરભાઈ દારોદરા જાતે કોળી (ઉંમર વર્ષ 22) નામના યુવાનને કિશનભાઇ જેસંગભાઇ કોળી તથા તેના પિતા જેસંભાઈ ખીમાભાઈ કોળીએ માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા સાગરભાઇ દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તે આરોપી જેસંગભાઈ ખીમાભાઈ કોળીના ભાઈની દીકરીના પરિચયમાં હોય તે બાબતે તેને ગાળો આપવામાં આવી હતી અને કિશનભાઇએ તેને નલીયાના છુટા ઘા મારીને પગમાં ઇજા કરી હતી અને કપાળમાં પણ ઈજા કરી હતી તો જેસંગભાઈએ કુહાડી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે