વાંકાનેરના વરડુસર ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
મોરબીના નવલખી રોડ ઉપર કાર ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઇ ગયો
SHARE
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રોકડીયા હનુમાન મંદિર પાસેથી બાઇક લઇને પસાર થતા યુવાનના બાઇકને કાર ચાલકે અડફેટે લીધું હતું જેથી કરીને બાઇક સવાર યુવાનના જમણા પગનો અંગૂઠો કપાઈ જતા અને ડાબા હાથની આંગળીમાં ફ્રેકચર જેવી ઈજા થતાં તેને સારવારમાં લઇ ગયા હતા અને સારવાર લીધા બાદ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ખાખરાડા ગામે રહેતો ઓમદેવસિંહ સાવજુભા ગોહિલ જાતે દરબાર ઉંમર ૨૬ નામનો યુવાન પોતાનું બાઇક નંબર જીજે 36 એએ 8116 લઈને નવલખી રોડ ઉપર રોકડીયા હનુમાન મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર નંબર જીજે 8 આર 2311 ના ચાલકે તેને અડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને આ બનાવમાં ઓમદેવસિંહના જમણા પગનો અંગૂઠો કપાઈ ગયો હતો અને ડાબા હાથની આંગળીમાં ફ્રેકચર જેવી ઈજા થઈ હતી માટે ઇજા પામેલા ઓમદેવસિંહે સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલકની સામે ગુનો નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે