મોરબીના નવલખી રોડ ઉપર કાર ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઇ ગયો
મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં ટ્રાફિક અવેરનેશનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં ટ્રાફિક અવેરનેશનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં ટ્રાફિકથી ધમધમતાં રવાપર રોડ પર વહેલી સવાર થી લઇ મોડી રાત્રિ સુધી ટ્રાફિક નિયમન અંગે ફરજ બજાવતા ટ્રાફિક શાખાના દેવજીભાઈ અને ટી.આર.બી.નાં કમલેશભાઈ સહિતે રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલયના વિદ્યાર્થીઓને ટ્રાફિક શાખા અને ટી.આર.બી.ની કામગીરી અંગે જરૂરી જાણકારી અને માર્ગદર્શન આપ્યું હતું આ તકે ટ્રાફિક શાખાના દેવજીભાઈએ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનાં પાલન કરવા અને સાવચેતી રાખવા અનુરોધ કરેલ હતો અને ટ્રાફિક નિયમન અંગે સરળ ભાષામાં વિદ્યાર્થીઓને જરૂરી જાણકારી આપી હતી જેથી નીલકંઠ વિદ્યાલયના સંચાલક ગણ, ટ્રસ્ટીગણ દ્વારા તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો