મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી ૨૮ બોટલ દારૂ સાથે બે પકડાયા, માલ આપનારની શોધખોળ
SHARE
મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી ૨૮ બોટલ દારૂ સાથે બે પકડાયા, માલ આપનારની શોધખોળ
મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી ખારાપટ જતા રસ્તા ઉપરથી થેલા લઈને પસાર થતા બે શખ્સોએ રોકીને પોલીસે તેના થેલાને ચેક કર્યા હતા ત્યારે તે થેલામાંથી કુલ મળીને ૨૮ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૩,૮૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને હાલમાં બે શખ્સની ધરપકડ કરેલ છે અને આ શખ્સો જેની પાસેથી દારૂનો જથ્થો લઈને નીકળ્યા હતા તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે હાલમાં પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી ત્રાજપર ચોકડી પાસેથી ખારાપટ તરફ જવાના રસ્તા ઉપરથી બે શખ્શો થેલા લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેને રોકીને પોલીસે તેના થેલાને ચેક કર્યા હતા ત્યારે તેમાંથી જુદી-જુદી બ્રાન્ડની કુલ મળીને ૨૮ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૩.૮૦૦ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે જયદીપ દિનેશભાઈ ડાભી (ઉંમર ૨૪) રહે. હાલ ભડીયાદ રામદેવપીર મંદિર પાસે મૂળ રહે. વાટાવદર મયુરનગર તાલુકો હળવદ તેમજ ગોપાલભાઈ વિનોદભાઇ પરમાર (ઉંમર ૨૦) રહે સનાળા રોડ શુભ હોટલ પાછળ અંકુર સોસાયટી વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સો મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ વિઠ્ઠલનગરમાં રહેતા મૂળ સજનપરના રહેવાસી અનિલભાઈ ઉર્ફે જય જાદવ નામના શખ્સનાં ઘરેથી દારૂનો જથ્થો ભરીને નીકળ્યા હોવાની માહિતી સામે આવી હોય તેની સામે પણ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.