મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના ખેવારિયા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા


SHARE











મોરબીના ખેવારિયા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા

મોરબી તાલુકાના ખેવારિયા ગામે બાપા સીતારામની મઢૂલી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી અને ત્યારે સ્થળ ઉપરથી પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૩૦૧૦ ની રોકડ કબજે કરીને આરોપીની ધરપકડ કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

 જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ખેવારિયા ગામે બાપા સીતારામની મઢૂલી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની મોરબી તાલુકા પોલીસને બાતમી મળી હતી જેના આધારે રેડ કરી હતી ત્યારે પ્રવિણસિંહ બાબુભા જાડેજા, હંસરાજભાઈ મનજીભાઈ જીવાણી, સુરેશભાઈ મૂળજીભાઈ શેરસીયા, નારણભાઈ લાખાભાઈ સુસરા અને મનજીભાઈ કાનજીભાઈ સધરાકીયા જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા માટે પોલીસે તેની પાસેથી ૩૦૧૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેઓની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

 અકસ્માતમાં ઇજા 

મોરબી હળવદ હાઈવે ઉપર ઘુટુ ગામથી આગળ ના ભાગમાં લક્ષ્મણભાઈ માયાભાઈ ઉર્ફે માત્રાભાઇ મુંધવા જાતે ભરવાડ (ઉમર ૪૭) રહે. શોભેશ્વર રોડ વાણીયા સોસાયટીવાળા પોતાનું બાઇક નંબર જીજે ૧૩ કયુંકયું ૬૦૭૦ લઈને જઈ રહ્યા હતા ત્યારે આઈસર ટ્રક નંબર જીજે ૩૬ વી ૦૦૪૨ ના ચાલકે પાછળથી બાઇકને હડફેટે લીધું હતું જેથી બાઈક ચાલક લક્ષ્મણભાઈ મુંધવા રોડ ઉપર નીચે પટકાયા હતા અને તેને કાનના ભાગે તેમજ ડાબા હાથની કોણી અને કાંડાના ભાગે ગંભીર ઇજા થવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં લખમણભાઇ મુંધવાએ ઘટના સ્થળે અકસ્માત સર્જીને પોતાનું વાહન છોડીને નાસી ગયેલા આઇસર ટ્રકના ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News