વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના ગાયત્રીનગરમાં બાઇક ધીમું ચલાવવાનું કહેતા યુવાનને બે ભાઈઓએ ઢીબી નાખ્યો, જાનથી મારી નાખવાની ધમકી


SHARE







મોરબીના ગાયત્રીનગરમાં બાઇક ધીમું ચલાવવાનું કહેતા યુવાનને બે ભાઈઓએ ઢીબી નાખ્યો, જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં રહેતા યુવાને તેના ઘર પાસેથી બાઈક ધીમું ચલાવવા માટે એક શખ્સને કહ્યું હતું ત્યારબાદ તે શખ્સ અને તેના ભાઈએ યુવાનની સાથે બોલાચાલી કરી હતી અને ઢીકાપાટુનો તેમજ ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાનો દ્વારા હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રી નગર શેરી નં-૨ માં મારુતિ પાનની બાજુમાં રહેતા લેખરાજ રણજિતદાન ઈશરાની જાતે ગઢવી (ઉમર ૩૨)એ તે જ વિસ્તારની અંદર રહેતા જગદીશભાઇ કનુભાઈ લુહાર અને તેના મોટાભાઈની સામે માર માર્યો હોવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેને પોતાની શેરીમાંથી જગદીશભાઈ કનુભાઈ લુહારને બાઈક ધીમું ચલાવવા માટે થઈને કહ્યું હતું જે તેને સારું નહીં લગતા ગાળો આપી હતી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો ત્યારબાદ જગદીશભાઈ કનુભાઈ લુહારના મોટાભાઇએ આવીને તેના હાથમાં રહેલ ધોકો ફરિયાદી લેખરાજને માથા માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે હાલમાં ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News