વાંકાનેરના અરણીટીંબા પાસે ટીસી ઉપર ચડવાથી શોક લાગેલા યુવાનનું સારવારમાં મોત
SHARE
વાંકાનેરના અરણીટીંબા પાસે ટીસી ઉપર ચડવાથી શોક લાગેલા યુવાનનું સારવારમાં મોત
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ પાસે મોટી કેનાલ નજીક તિથિવા રોડ ઉપર ચડેલા વાડીએ ટીસી ઉપર યુવાન ચડ્યો હતો જેથી તેને વીજ શોક લાગ્યો હતો માટે તેને રાજકોટ સારવારમાં ખસેડાયો હતો જો કે, તેનું સારવારમાં મોત નીપજયું છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામની સીમમાં મોટી કેનાલ પાસે તીથવા રોડ ઉપર આવેલ રહીમભાઈ માથકિયાની વાડીએ ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર (ટીસી) ઉપર અશોકભાઈ ઉર્ફે લાલાભાઇ ચંપકભાઈ ગુંદરિયા રહે, ૨૫ વરિયા વાંકાનેર વાળો તા ૫/૨ ના રોજ ચડ્યો હતો ત્યારે તેને ઈલેક્ટ્રીક સોક લાગવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની વેદાંત હોસ્પિટલમાં લઇ ગયા હતા જોકે સારવાર દરમિયાન આ યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુ આ બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.