મોરબી સી.આર.સી. તાલુકા શાળા નંબર-૧ માં 'પુસ્તક વાંચક સ્પર્ધા' યોજાઈ
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો
SHARE
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી બાઇક લઈને જતાં યુવાનને રોકીને પોલીસે તેની પાસેથી બાઈકના કાગળ માગ્યા હતા ત્યારે સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી કરીને પોલીસે ચેક કરતાં તે ચોરાઉ બાઇક હોવાનું સામે આવ્યું હતું જેથી તે બાઇક સાથે તેને પકડીને એ ડિવિઝન પોલીસ સ્ટેશને આરોપીને સોપી આપેલ છે
મોરબી જિલ્લા એસઓજીના મહાવીરસિંહ પરમાર અને ભાવેશભાઈ મિયાત્રાને બાતમી મળી હતી જેના આધારે સ્ટાફ મોરબીના સ્ટેશન રોડ પર હતો ત્યારે બાઇક નંબર જીજે ૧૪ એસ ૩૫૯૦ ત્યાંથી શંકાસ્પદ હાલતમાં નિકળ્યું હતું ત્યારે તેને રોકીને પોલીસે ચેક કર્યું હતું ત્યારે તે બાઇક ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે અબ્બાસભાઈ ઓસમાણભાઈ સુમરા રહે. રણછોડનગર શાંતિવન સ્કુલ પાસે મોરબી વાળાને પકડ્યો હતો અને અને આ શખ્સે મોટર સાઈકલ તથા એક મોબાઈલ ફોનની ચોરી કરી હતી જેની પાસેથી ૨૬,૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને ઈ ગુજ્કોપ પોકેટ કોપથી સર્ચ કરતા સીમ્સ એન્જી પ્રા.લી. કંપની રાજુલા અમરેલીની માલિકીનું બાઇક હોવાનું અને તે સંજયભાઈ ગિરધરભાઈ લાડવા રહે. માંડવી ચોક ભચાઉ વાળ પાસેથી છ માસ પહેલા ચોરી કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું હાલમાં આરોપી અને મુદામાલ મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે